કર્ક-વ્‍યક્તિત્‍વ
ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમની મની સ્‍િથતિ ક્ષણે-ક્ષણે બદલાય છે. આ રાશી નો સંબંધ પાણી સાથે છે. ચંદ્ર તેનો સ્‍વામી છે. ચંદ્રને મનનો સ્‍વામી પણ માનવામાં આવે છે. તેઓ બીજાના મનની વાતને વગર કહ્યે જાણી લે છે. મોટા ઉદ્યોગપતિઓની રાશી કર્ક હોય છે. તેઓ દ્રઢ પણ હોય છે અને નબળા પણ હોય છે. તેના મનની સ્‍િથતિ સતત બદલાયા રહે છે. તેઓ પોતાની શર્ત ઉપર સજ્જનતા અને વિનમ્રતા દેખાડે છે. તેઓ કલ્પના પ્રધાન અને ભાવુક હોય છે. અજાણ્યા લોકો તેની ભાવનાઓને તથા જીવનની ઘટનાઓને જાણકારી મેળવી લે છે. તેમને જન્‍મ સ્‍થળથી લગાવ હોય છે પરંતુ ચંદ્ર સ્‍થાનફેર માટે મજબુર કરે છે.તેમને માન, સન્‍માન, આદરની વધારે ઇચ્‍છા હોય છે. તેમને મૂર્ખ બનાવવા સહેલા નથી પરંતુ તેઓ સ્‍વયંને મૂર્ખ બનાવી રાખે છે. કર્ક રાશીના લોકો વ્‍યક્તિ, વસ્‍તુ અને પરિસ્‍િથતિમાં ફસાઇ જાય છે. તેઓ ગમે ત્‍યાં જાય પરંતુ જન્‍મસ્‍થળ પર આવવા ઉત્‍સુક હોય છે. કોઇ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્‍યાં સુધી તે છોડતા નથી. તેમને સુરક્ષા અને પૂર્ણતાની ભૂખ હોય છે, પરંતુ તેમને જે જોઇએ તે મળતું નથી, જેની ચિંતા તેમને દિવસ-રાત રહે છે. તેઓ એક સારા અને વિશ્વાસુ મિત્ર હોય છે. તેમને જલ્દીથી રડવું આવે છે તથા તેમને સ્‍િત્રઓ પાસે આશ્રય લેતા પણ જોવામાં આવે છે. તેમણે જુગાર રમવું જોઇએ નહીં કારણ કે તેઓ જુગારમાં હંમેશા હારે છે, અને તે હારનું પરિણામ બહુ ખરાબ આવે છે. તેઓ હંમેશા સજ્જન અને સારા બનવોનો પ્રયત્‍ન કરે છે.

રાશી ફલાદેશ