કર્ક-વ્‍યવસાય
કર્ક રાશીની વ્‍યક્તિ કોઇ પણ વ્‍યવસાય દ્વારા પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે છે. તેમને ઉદ્યોગ અને વ્‍યવસાય દ્વારા સારી સફળતા મળે છે. તેઓ માનસિક શ્રમને વધારે મહત્‍વ આપે છે. કલાત્‍મક કામમાં વધારે રસ દાખવે છે. ઠંડા-ગરમ પીણા, સુગંધીત પદાર્થ, કલાત્‍મક અને સજાવટની વસ્‍તુઓ, ફોટોગ્રાફી, ચિત્રકારી, જ્વેલરી, કથાકાર, પંડીત, કેમિસ્‍ટ, પર્યટક, જ્યોતિષી, ગણીતજ્ઞ, કાપડ, વગેરે દ્વારા સુખ સમૃદ્ધિમાં જીવન પસાર કરી શકે છે. કર્ક રાશીની વ્‍યક્તિ ઉત્તરદાયિત્વનું સન્‍માન કરે છે અને તેનું પાલન કરે છે. તેમને ધન અને ભવિષ્‍યની અસલામતીની ચિંતા રહે છે. જો તેમને તેના ધન તથા જીવન તરફ કોઇ સુરક્ષાનું આશ્વાસન આપે તો મોટા-મોટા કામ કરે છે. વ્યવસાયમાં તે સારી સફળતા મેળવે છે.

રાશી ફલાદેશ