કર્ક-સ્‍વાસ્‍થ્ય
કર્ક રાશીની વ્‍યક્તિની અસર છાતી, સ્‍તન, પેટ, જઠરાગ્ની અને ગુદ્દા પર વધારે હોય છે. માટે તેને લગતા રોગ વધારે થાય છે. તેઓ કફ પ્રકૃતિના અને દુર્બળ શ‍રીરના હોય છે. દેખાવમાં સ્‍થૂળ પણ અંદરથી નબળા હોય છે. વધારે પ્રમાણમાં તેમને પેટનો વિકાર, પાચનક્રિયામાં તકલીફ, માનસિક નબળાઇ, જલોદરની તકલીફ વધારે જોવા મળે છે. ચંદ્ર નબળો હોય તો અનિંદ્રા પણ હોય છે. તેમને ૪૨ થી ૪૯ વર્ષની વચ્‍ચે મૂત્રને લગતો રોગ થઇ શકે છે. ભોજન તેમને પ્રિય હોય છે પરંતુ વધારે લેવું તેમના માટે હાનિકારક છે. કર્ક રાશીની વ્‍યક્તિને નશાવાળા પદાર્થ કે ફરસાણ શરીર માટે સારૂ નથી. સૂર્ય હોય તો પાચનક્રિયા નબળી પડે છે. રા્ત્રિ ભોજન પણ રોગને લાવી શકે છે. થોડું ખાવું શરીર માટે સારૂ છે. આ રાશીની સ્‍ત્રીઓને પ્રસવ સમયે વધારે દર્દ થાય છે. તેઓ શંકાશિલ હોય છે. મુશ્કેલી આવે ત્‍યારે ખીરણીનું મૂળ અથવા મોતીની વીટી પાસે રાખવી જોઇએ.

રાશી ફલાદેશ