કુંભ-વ્‍યક્તિત્‍વ
કુંભ રાશિ દિલથી સાફ અને પોતાના પરિશ્રમ થી આગળ આવનાર છે. છળ કપટ અને દ્રેષથી દૂર રહેનારા હોય છે. તેમનો સ્વભાવ વિજળી જેવો તેજ અને ભયાનક હોય છે. અચાનક કાર્ય કરવાવાળા અને ફળની ચિંતા રાખવાવાળા હોય છે. તેમના માટે આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે. આ લોકો વાસ્તવિક કાર્યોમા વિશ્વાસ રાખે છે. આ લોકો રોમાંટિક પ્રવૃતિના હોય છે. કુંભ રાશિવાળા નવી નવી ચુનૌતિઓ ની ઇચ્છા રાખે છે. આ લોકો વચનના પાકા હોય છે. કેટલાંક લોકો વ્યસની હોય છે. તેમને નમકીન વસ્તુઓ ભાવતી હોય છે. તેઓ વર્તમાનની અપેક્ષાએ ભવિષ્ય ની વધારે ચિંતા કરે છે. તેઓમાં અનેક દોષો હોય છે. પરંપરાઓમાં માનતા નથી. તેમને સાચા મિત્રોની આવશ્યકતા હોય છે. આ લોકો બહારથી બુધ્ધિજીવી પ્રતિત થાય છે દેખાય પરંતુ અંદરથી ભાવનાત્મક ઉત્તેજના વધારે હોય છે. તેમની પ્રકૃતિ શાંત તથા સાદગીપૂર્ણ હોય છે. તેમના જીવનમાં ખુબ ઉતાર ચઢાવ આવે છે. આ રાશિના લોકોની જીહ્વા તીખી હોય છે, એટલે રાજનીતિમા આગળ હોય છે. આ લોકો પાછળ ઓછું જોવે છે, કારણ તેમની દ્રષ્ટિ આવનારા ભવિષ્ય પર હોય છે.

રાશી ફલાદેશ