કુંભ-સ્વાસ્થ્ય
આ રાશિ ના જાતક શરીરથી સ્વસ્થ રહે છે, અને તેમનામા પરિશ્રમ કરવાની શક્તિ વધારે હોય છે. તેઓ અધિક બીમાર નથી પડતા, છતાં પણ પેટ વિકાર, બવાસીર, ઇંફ્લુએંજા થઇ જાય છે. સાધારણ તાવમા પણ તે લોકો આમથી તેમ ફરતા રહે છે, કારણકે તેઓ માને છે કે, આરામ કરવાથી તાવ વધારે આવે છે. કુંભ રાશિના જાતકો બળવાન શરીરના સ્વામી હોય છે. પરંતુ પગ અને ઘુટ્ણ થી નબળા હોય છે. પેટ, કિડની અને મજ્જા તંતુ પણ નબળા હોય છે.