બ્રિજ પર અંધારૂ હોવાથી દેખાયું નહીં એવી ડંફાસ મારનારો તથ્ય FSLના રીપોર્ટ બાર બરાબરનો ભરાયો
જેગુઆર કારમાં કોઈપણ પ્રકારની ખરાબી પણ ન હોવાનું એફએસએલના રિપોર્ટમાં ઉલ્લેખ
અમદાવાદઃ શહેરમાં ઈસ્કોન બ્રિજ પર સર્જેલા અકસ્માતમાં આરોપી તથ્ય પટેલે પોલીસ અને લોકો સમક્ષ કરેલા નિવેદનો ખોખલા સાબિત થયાં છે. તેના વકિલે એવી ગુલબાંગો ફૂંકી હતી કે, તથ્યની કાર માત્ર 70થી 80ની સ્પીડ પર દોડતી હતી. પરંતુ FSLના રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેની કાર 142.5 કિ.મીની ઝડપે દોડતી હતી. તે ઉપરાંત તથ્યએ એવું પણ કહ્યું હતું કે, રાત્રે બ્રિજ પર લાઈટો નહીં હોવાને કારણે તેને દેખાયું નહોતુ તો આ બાબતો પણ રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. હવે આ કેસમાં તથ્ય સામે ગાળિયો મજબૂત કરવા માટે પુરાવા એકત્રિત થયાં છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 17 સાક્ષીઓના નિવેદનો લીધાં છે. તે ઉપરાંત કોલ ડિટેલમાં પણ અકસ્માત સ્થળે હાજરી હોવાનું નોંધ્યું છે.
તથ્યકાંડમાં શું કહે છે FSLનો રીપોર્ટ
એફએસએલની તપાસમાં અકસ્માત થયો તે સમયે તથ્યની કારની સ્પીડ 141.27 કિમી પ્રતિ કલાક હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ ઘટનાનું બે વખત રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. જેમાં એક વખત એફએસએલની ટીમને સાથે રાખીને લાઈટ વિઝન માટે પણ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. એફએસએલના રિપોર્ટમાં પુરવાર થયું છે કે કારની ફુલ લાઈટમાં 245 મીટર જ્યારે લો લાઈટ 216 મીટર સુધી સ્પષ્ટ જોઈ શકાય છે. જેથી તથ્ય પટેલે રાત્રીના સમયે રસ્તા પર લોકોનાં ટોળાં દેખાયા ન હોવાના બહાના બતાવ્યાં હતા. તેણે બ્રેક પણ મારી ન હોવાનો પણ આરટીઓ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. કારમાં કોઈ ખરાબી પણ ન હોવાનું એકએસએલના રિપોર્ટમાં પુરવાર થયું છે કે કારની ફુલ લાઈટમાં 245 મીટર જ્યારે લો લાઈટ 216 મીટર સુધી સ્પષ્ટ જોઈ શકાય છે. તે ઉપરાંત જેગુઆર કારમાં કોઈપણ પ્રકારની ખરાબી પણ ન હોવાનું એફએસએલના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેગુઆરની હેડલાઇટ દોઢ કિ.મી. સુધીનું રિફ્લેક્શન આપે છે
પોલીસે સમગ્ર કેસમાં આરોપી તથ્ય પટેલ વિરૂધ્ધ મજબૂત પુરાવા એકત્ર કરવા અને તેની પર સજાનો ગાળિયો એકદમ મજબૂતાઇથી કસાય તેની કવાયતના ભાગરૂપે જેગુઆર કંપનીના ટેકનીકલ નિષ્ણાત અધિકારીઓને પણ બોલાવ્યા હતા અને પૂછપરછ કરી માર્ગદર્શન મેળવ્યું હતું. તથ્ય પટેલે એવો બચાવ કર્યો હતો કે, બ્રીજ પર લાઇટ ન હતી અને તેથી દેખાયુ નહી પરંતુ જેગુઆરના ટેકનીકલ અધિકારીઓના વાતમાં એવા મહત્ત્વનો ખુલાસો સામે આવ્યો હતો કે, જેગુઆરની હેડલાઈટ એટલી પાવરફૂલ હોય છે કે, તે દોઢ કિ.મી સુધી લાંબુ રિફ્લેક્શન આપે છે અને તેટલા અંતરનું દ્રશ્ય જોઈ શકાય છે.
જેગુઆર કારનો માઇક્રો રિપોર્ટ યુ.કેથી મંગાવ્યો
પોલીસે તથ્ય વિરૂદ્વ અકસ્માત અંગે અનેક સજ્જડ પુરાવા એકત્ર કર્યા છે. જેમાં જેગુઆર કારના ચોક્કસ મોડલ અને તમામ પ્રકારની માહિતી યુ.કે સ્થિત કંપનીના હેડક્વાટર્સથી મંગાવી છે. કાર કંપનીના નિષ્ણાંતોએ કારની બ્રેકમાં કોઇ ખામી ન હોવાનું જણાવ્યું હતું. આ કેસની તપાસમાં તથ્ય પટેલે પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જેથી કેસને લગતા તમામ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે જેગુઆર કાર કંપનીમાં અકસ્માત થયેલી કારનો રિપોર્ટ માંગવાની સાથે ચોક્કસ મોડલની કારના સુરક્ષાના માપદંડ અને તેને મજબુતાઇ અંગેની માહિતી પણ મંગાવી હતી. જેમાં કંપનીના કાર નિષ્ણાંતોની એક ટીમ દ્વારા તથ્યની કારનું નિરીક્ષણ કરાયું હતું. જેમાં કારની બ્રેકમાં કોઇ ખામી નહોતી અને કારનું ફિટનેસ પણ યોગ્ય હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો. આ સાથે પોલીસે જેગુઆરના યુ.કે સ્થિત હેડક્વાટર્સ પરથી કારના ચોક્કસ મોડલની ટેકનોલોજી, તેની ખાસિયતો સહિતની વિગતો મંગાવી છે