Ahmedabad 2008 blasts- 2008 સિરિયલ બ્લાસ્ટની 14મી વરસી: 70 મિનિટમાં 21 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટથી રક્તરંજીત થયું હતું

Webdunia
મંગળવાર, 26 જુલાઈ 2022 (09:55 IST)
અમદાવાદમાં વર્ષ 2008માં થયેલાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાની આજે વરસી છે. 26 જુલાઈના દિવસે વર્ષ 2008માં આતંકીઓએ અમદાવાદમાં એક 70 મિનિટમાં 21 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરીને શહેરને રક્તરંજીત કરી નાંખ્યું હતું. આ ઘટનામાં 56 લોકોના મોત થયા હતા જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા હતા. સારવાર માટે લોકોને સિવિલ હોસ્પિટલમાં લવાઈ રહ્યાં હતાં તો ત્યાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો અને સારવાર કરનારા ડોક્ટર દંપતીએ પણ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. એ સમયનું મોતનો મંજૂર કેવો વાંચો આ વિશેષ અહેવાલ...
 
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. બજારોમાં ભારે રોનક જોવા મળી રહી હતી, પરંતુ પછી સાંજે 6.45 કલાકે મણિનગરના ભીડવાળા બજારમાં અચાનક વિસ્ફોટ થયો છે. ત્યાર બાદ 70 મિનિટમાં અમદાવાદના ભીડભાડવાળા વિસ્તારોમાં કુલ 21 વધુ બ્લાસ્ટ થાય છે. જેના કારણે આખું શહેર ધ્રૂજી ઉઠે છે.
 
સરકારી આંકડાઓ અનુસાર, આ વિસ્ફોટોમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીને દાવો કર્યો હતો કે તેઓ 2002માં ગોધરાકાંડનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે તે સમયે મણિનગર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો વિધાનસભા ક્ષેત્ર હતો. પોલીસને મણિનગરમાંથી બે જીવતા બોમ્બ મળી આવ્યા હતા, જ્યારે મણિનગરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ થયા હતા.
 
આતંકવાદીઓએ હોસ્પિટલોમાં પણ કર્યા હતા બે બ્લાસ્ટ 
કુલ 21 બ્લાસ્ટમાંથી બે સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં થયા હતા. નોંધનીય છે કે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ બ્લાસ્ટ આતંકવાદીઓએ ટિફિનને સાયકલમાં રાખીને કર્યો હતો. આ વિસ્ફોટોમાં ઈન્ડિયન મુજાહિદ્દીન (IM) અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) સાથે સંકળાયેલા આતંકવાદીઓ સામેલ હતા. બ્લાસ્ટના 5 મિનિટ પહેલા આતંકીઓએ ન્યૂઝ એજન્સીઓને મેઈલ કરીને બ્લાસ્ટ રોકવાનો પડકાર પણ આપ્યો હતો.
 
જુલાઈ 26, 2008 એ કાળો દિવસ હતો, જે જાણીને તમે પણ ઉડી જશો
અમદાવાદમાં 26 જુલાઈ 2008નો એ દિવસ હતો જ્યારે શહેરમાં 70 મિનિટમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેનો પડઘો આજે પણ લોકોના મનમાં છે જ્યારે આ વિસ્ફોટોમાં આખા શહેરમાં ઓછામાં ઓછા 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અને સમગ્ર દેશ લોકોની ચીસોથી હચમચી ગયો હતો. આ સીરિયલ બ્લાસ્ટમાં 200 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર નોંધવામાં આવી હતી જ્યારે સુરતમાં 15 કેસ નોંધાયા હતા.
 
અમદાવાદમાં આ સિરિયલ બ્લાસ્ટ પછી, ગુજરાત પોલીસે 28 જુલાઈથી 31 જુલાઈ 2008 દરમિયાન સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 29 જીવતા બોમ્બ મળી આવ્યા હતા, જે ખોટા સર્કિટ અને ડિટોનેટરને કારણે ફાટ્યા ન હતા. જો આ બોમ્બ ફૂટ્યા હોત તો મોટી તબાહી સર્જાઈ હોત. 
 
ગોધરાની ઘટનાના જવાબમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન (IM) અને પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) સાથે જોડાયેલા લોકોએ કર્યા હતા. શ્રેણીબદ્ધ વિસ્ફોટોની મિનિટો પહેલાં, ટેલિવિઝન ચેનલો અને મીડિયામાં એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં કથિત રીતે 'ઈન્ડિયન મુજાહિદ્દીન' દ્વારા આ બોમ્બ વિસ્ફોટોની ચેતવણી આપવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે ઈન્ડિયન મુજાહિદ્દીન (IM)ના આતંકવાદીઓએ 2002માં ગોધરા પછીના રમખાણોના જવાબમાં આ વિસ્ફોટો કર્યા હતા.
 
ગુજરાતની વિશેષ અદાલતે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આ સિવાય 11 દોષિતોને આજીવન કેદની સજાની જાહેરાત કરવામાં આવી છે. આ 38 દોષિતોને IPC 302, UAPA હેઠળ ફાંસી આપવામાં આવી હતી. આ ચુકાદો એક રેકોર્ડ છે કારણ કે અત્યાર સુધી આટલા લોકોને એક સાથે મોતની સજા સંભળાવવામાં આવી નથી. બાકીના 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે આ 11 દોષિતો જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી જેલમાં રહેશે.

સંબંધિત સમાચાર

Next Article