સહાયની રકમ ક્યારે મળશે?
જ્યારે કોઈ માનવી પર જંગલી જાનવર દ્વારા હુમલો કરવામાં આવે અને તેનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય ગંભીર ઈજાના કિસ્સામાં 2 લાખ રૂપિયા અને નાની ઈજાના કિસ્સામાં 25 હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે પશુઓના મૃત્યુ/ઈજાના કિસ્સામાં પણ સહાયની જાહેરાત કરી છે.
જો કોઈ દુધાળા પશુ એટલે કે ગાય/ભેંસ મૃત્યુ પામે તો 50 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ઊંટ માટે 40,000 રૂપિયા અને ઘેટા/બકરા માટે 5,000 રૂપિયા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત બિન-દૂધાળુ પશુ ઉંટ/ઘોડા/બળદ માટે રૂ.25 હજારની સહાય આપવામાં આવશે.
પાડો-પાડી, ગાય-વાછરડું, ગધેડો અને ટટ્ટુ માટે રૂ. 20000 ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સિંહ, વાઘ, દીપડા, રીંછ, વરુ, શિયાળ અને જંગલી ડુક્કરના હુમલાના કિસ્સામાં વળતર આપવામાં આવશે.