Ahmedabad serial blast 2008 - અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આવવા લાગ્યો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને દોષિત જાહેર કર્યા

મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (12:03 IST)

અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ચુકાદો આવવાની શક્યતાઓ છે. અગાઉ 2 એબ્રુઆરીએ આ ચુકાદો આવવાનો હતો પરંતુ સ્પેશિયલ કોર્ટના જજ એ.આર.પટેલ કોરોના સંક્રમિત હોવાથી આ ચુકાદા માટેની સુનાવણી હાથ ધરાઈ નહોતી.જેથી હવે આજે આ ચુકાદો આવવાની શક્યતાઓ છે. ચુકાદાની સુનાવણીને લઈને સ્પેશિયલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સૌ પ્રથમ વાર ચુકાદા સમયે અન્ય વકિલો,પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ચુકાદા સમયે તમામ આરોપીઓને વર્ચ્યુઅલી હાજર કરાશે.શહેરમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી. જ્યારે આઠ આરોપી હજુ પણ ભાગેડુ છે. બ્લાસ્ટ કેસમાં જેલમાં રહેલા આરોપીઓને 1લી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપવાનો હોવાની જાણ કરવામાં આવી હતી. બ્લાસ્ટ કેસનો ચુકાદો હોવાના પગલે કાંરજ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં નિરીક્ષણ કર્યુ હતુ. જયારે સારબમતી જેલમાં પણ બ્લાસ્ટના આરોપીઓને જે બેરેકમાં રાખવામાં આવ્યા હતાં.જેલની સુરક્ષાની શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઈબીના અધિકારીઓએ પણ જેલ તથા કોર્ટ સંકુલમાં તપાસ કરી હતી.આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે.જ્યારે 1,237 સાક્ષીઓને સરકાર દ્વારા પડતા મુકાયા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 77 આરોપી દેશનાં 7 રાજ્યની વિવિધ જેલોમાં છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 49, મધ્ય પ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કણાર્ટકના બેંગલુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે.



11:39 AM, 8th Feb
અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આવવા લાગ્યો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને દોષિત જાહેર કર્યા છે જ્યારે શંકાના આધારે કુલ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. એક આરોપીનો ચુકાદો બાકી છે. 

10:44 AM, 8th Feb
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 77 આરોપી દેશનાં 7 રાજ્યની વિવિધ જેલોમાં છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 49, મધ્ય પ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કણાર્ટકના બેંગલુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે.

10:43 AM, 8th Feb
 
આ કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે
બ્લાસ્ટ કેસમાં જેલમાં રહેલા આરોપીઓને 1લી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપવાનો હોવાની જાણ કરવામાં આવી હતી

10:42 AM, 8th Feb
82 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી
શહેરમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર