કિશન જેવા હાલ કરવા દિલ્હીના મૌલાનાએ ગુજરાતના 48 સહિત દેશના 1500 લોકોનું હિટ લિસ્ટ બનાવ્યાનો ઘટસ્ફોટ

મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (08:49 IST)
ધંધુકાના કિશન ભરવાડની હત્યાના માસ્ટર માઇન્ડ આરોપી દિલ્હીના મૌલાના કમરગની ઉર્ફે અરમાનમિયાં હબીબુદ્દીન ઉસ્માનીને સેશન્સ કોર્ટ દ્વારા 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ મેળવવા માટે પોલીસે કારણ રજૂ કર્યું હતું કે, નબીની ગુસ્તાખી કરનારા 1500 માણસોની યાદી કમરગની પાસેથી કઢાવવાની છે. કમરગનીએ પૂછપરછમાં જણાવ્યુ છે કે યુપીમાં આવેલા શાહજહાંપુરમાં તેમની સંસ્થામાં આ યાદી તૈયાર કરાઇ છે. મુસ્લિમો વિરૂધ્ધના ઉશ્કેરણીજનક સાહિત્ય અંગે ફંડીગના રેકર્ડ પણ કબજે કરવાના છે. કમરગનીના ગુજરાતમાં 48 જેટલા લોકો સાથે સંપર્ક તપાસમાં મળ્યા છે તે અંગે પણ તપાસ કરવાની છે. કમરગની ગોમતીપુરમાં આવેલી ચાંદ શહીદની દરગાહ પાસે ફરોગે ઇસ્લામની શાખા ધરાવે છે. જેમા અમદાવાદ, બરોડા, સુરતમાં ઇસ્લામ વિરોધી કામ કરતા લોકો સામે શું કરવું તે નક્કી કરવામાં આવે છે? તેની વિગતો મેળવવાની છે. આ સંસ્થા માટે ફંડ ફાળો કોણ આપે છે? અત્યાર સુધી કોણે ફંડ આપ્યુ છે? તહેરીકે ફરોગે ઇસ્લામ એજયુકેશન એન્ડ વેલફેર સોસાયટીના બેન્ક સ્ટેટમેન્ટની નકલ મળી આવી છે. કમરગની સાથે પોલીસ પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તેનું ઘર કયા આવ્યંુ તેના જવાબમાં કહ્યુ કે હુ જાણતો નથી. આ સરનામું મેળવવા રિમાન્ડની જરૂર છે. અન્ય ગુનામાં આરોપી છે પરતું પોલીસ તપાસમાં સહકાર આપતો નથી.ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરનારાને પાઠ ભણાવવા ઘણા સમયથી આંદોલન ચલાવે છે.દેશ આખામાં ફરીને વકીલોને ફી ચૂકવે છે તેવી વિગતો પર તપાસ કરવાની છે. પોતે આર્થિક રીતે સદ્ધર નથી તેથી ફંડ કયાથી આવે છે? તેની તપાસ કરવામાં રિમાન્ડની જરૂર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર