વીર 2 ઓક્ટોબરે શૂટિંગ માટે મુંબઈ જવા રવાના થવાનો હતો. પિતાની ઇચ્છાને અનુસરીને, બંને બાળકોએ પોતાની આંખોનું દાન કર્યું. રવિવારે પોસ્ટમોર્ટમ પછી ભાઈઓના મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાં આવતાં જ પરિવાર પર શોક છવાઈ ગયો. માતા રીટા બાળકોના મૃતદેહો પાસે બેઠી અને ધ્રૂજતા અવાજે બોલી, "તમે અહીં કેમ સૂવો છો? ઉઠો." પોતાના પુત્રના મૃતદેહને જોઈને તેની ધીરજ તૂટી ગઈ. તેણે વારંવાર તેને જગાડવાનો પ્રયાસ કર્યો, પૂછ્યું, "તું કેમ ઉઠતો નથી?" આ દ્રશ્ય એટલું કરુણ હતું કે હાજર બધાના આંખોમા આંસુ આવી ગયા. પરિવારના સભ્યોએ કોઈક રીતે માતાને બાળકોથી દૂર ખેંચીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના રૂદનથી અન્ય બધા પણ ભાંગી પડ્યા.