વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાયને દોરડા વડે બાંધેલી છે અને તેની આસપાસ અનેક મરઘીઓ ફરે છે. પહેલા તો આ વીડિયો તમને એકદમ સામાન્ય લાગશે, પરંતુ બીજી જ ક્ષણે એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવે છે. તમે જોશો કે ગાય તેના જડબામાં એક મરઘી લઈને તેને જીવતી ચાવી રહી છે. આ ખરેખર આઘાતજનક દ્રશ્ય છે, કારણ કે સામાન્ય રીતે લોકો ગાયને શાકાહારી માનતા હતા.