ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ગુજરાત આવશે, ઈ- વિધાનસભા લોન્ચ કરશે

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (13:49 IST)
ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ થઈ ગઈ છે. એક એપ્લિકેશનના માધ્યમથી ચાલતી વિધાનસભા બની ગઈ છે. ત્યારે ધારાસભ્યોને પણ ઈ-વિધાન એપ્લિકેશન કઈ રીતે ચલાવવી તેની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. હવે આવતીકાલથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે અને આ સમગ્ર સત્ર પેપર લેસ હશે.

રાજ્યની પેપરલેસ બનેલી વિધાનસભાનું ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા લોન્ચિંગ કરવામાં આવશે. તે ઉપરાંત ઈ-વિધાન એપ્લિકેશન પણ તેઓ લોન્ચ કરશે. આજે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે અને આવતીકાલે તેઓ ઈ-વિધાનસભા લોન્ચ કરશે.રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસને લઈને મુખ્યમંત્રીના કાર્યક્રમો પણ નક્કી કરી દેવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ આજે નાગરિકો, પ્રજા વર્ગો,સાંસદો, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓને મૂલાકાત માટે મળી શકશે નહીં.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની ગુજરાત મુલાકાત તેમજ પોતાના અન્ય પૂર્વનિર્ધારીત રોકાણોની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ લોકોને મૂલાકાત આપી શકશે નહીં.આજે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે અને આવતીકાલે તેઓ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે. તેઓ વિધાનસભામાં સંબોધન કરશે અને રાજભવનથી ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે. રાષ્ટ્રપતિને ગુજરાત આવવા માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાનું છે. આ સત્ર પેપરલેસ હશે. અગાઉ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ  જણાવ્યું હતું કે, 'વન નેશન વન એપ્લિકેશન'ની  ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે.

સંબંધિત સમાચાર

Next Article