E5 Shinkansen Bullet Train : જાપાન ભારતને મૈત્રીની ભેટ આપશે. તે ભારતને બે શિંકાનસેન ટ્રેનનો સેટ આઅપશે. આ ટ્રેન E5 અને E3 મોડલની હશે. આ ટ્રેનનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કૉરિડોરના નિરીક્ષણ માટે થશે. હાલ આ કોરિડોરનુ કામ ચાલી રહ્યુ છે. આ બંને ટ્રેન 2026ની શરૂઆત સુધી ભારત પહોચશે. આ ટ્રેનથી ભારતીય એંજિનિયરો ને શિંકાનસેન (e5 shinkansen bullet train)તકનીક સમજવામાં મદદ મળશે. તેનાથી કોરિડોરના શરૂ થતા પહેલા જ તે તકનીકથી પરિચિત થઈ જશે.
જાપાન ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ, બંને દેશ 2030 ના દસકાની શરૂઆતમાં MAHSR કોરિડોર પર આગામી પેઢીની E10 સીરીઝની શિંકાનસેન ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહ્યા છે.
મુંબઈની તરફથી કામ ધીમુ
આ કોરિડોરનુ પહેલુ ચરણ ઓગસ્ટ 2026 માં શરૂ થવાની આશા છે. આ 48 કિલોમીટરનો ભાગ હશે જે સૂરતને બિલિમોરાની વચ્ચે હશે. બાકી ભાગનુ કામ પુર્ણ થયા બાદ ધીરે ધીરે ખોલવામાં આવશે. મહારાષ્ટ્રમાં કામ થોડુ ધીમુ ચાલી રહ્યુ છે. જેનુ કારણ છે ટનલ બોરિંગ મશીનો (TBMs)ના આવવામાં મોડુ થવુ. TBM એક પ્રકારની મશીન હોય છે જે જમીનની અંદર સુરંગ બનાવવાનુ કામ કરે છે.
પાંચ વર્ષમાં બનશે સુરંગ
મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR) માં સુરંગ બનાવવાનુ કામ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ચાલશે. તેથી મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 20230 કે ત્યારબાદ જ શરૂ થવાની આશા છે.
292 કિમી સુધી બન્યો પુલ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પુલ બનાવવાનુ કામ 292 કિલોમીટર સુધી થઈ ચુક્યુ છે. થાંભલાનુ કામ 374 કિલોમીટર સુધી પુર્ણ થયુ છે. થાંભલાના પાયાનુ કામ 393 કિલોમીટર સુધી થઈ ચુક્યુ છે અને ગાર્ડર કાસ્ટિંગ 320 કિલોમીટર સુધી થઈ ચુકી છે. ગાર્ડર પુલનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે.
આ નદીઓ ઉપર બન્યા રેલ બ્રિજ
14 નદીઓ પર પુલ બની ચુક્યા છે. તેમા પાર (વલસાડ જીલ્લો), પૂર્ણા, મિંઘોલા, અંબિકા, વેંગનિયા, કાવેરી અને ખારેરા (બધા નવસારીમાં), ઓરંગા અને કોલક (વલસાડ), મોહર અને મેશવા(ખેડા), ઘાઘર (વડોદરા), વત્રક (ખેડા) અને કિમ (સૂરત)નદીઓ સામેલ છે.
સાત સ્ટીલના પુલ અને પાંચ પ્રી-સ્ટ્રેસ્ડ કંક્રીટ (PSC) પુલ પણ બની ચુક્યા છે. PSC પુલ એક ખાસ પ્રકારના કંક્રીટથી બનેલુ હોય છે જે ખૂબ જ મજબૂત હોય છે.
ગુજરાતમાં ઝડપથી થઈ રહ્યુ છે કામ
ગુજરાતમાં પુલો પર અવાજ ઓછી કરનારી દિવાલ લગાવવાનુ કામ ચાલી રહ્યુ છે. 150 કિલોમીટરના ભાગમાં 3 લાખ અવાજ ઓછો કરનારી દિવાલ લગાવવામાં આવી છે. ગુજરાતમાં 135 કિલોમીટરથી વધુ ટ્રેક બેડ બની ચુક્યો છે. ટ્રૈક બેડ એ સ્થાન હોય છે જેના પર રેલના પાટા પાથરવામાં આવે છે. પાટાઓના 200 મીટરના લાં&બા પૈનલ બનાવવા માટે વેલ્ડિંગ કરવામાં આવી રહ્યુ છે.