રાજકોટમાં સિટી બસ ચાલકે અનેક વાહનોને મારી ટક્કર, ત્રણના મોત, ઘટના સ્થળ પર બબાલ

બુધવાર, 16 એપ્રિલ 2025 (13:14 IST)
rajkot accident
 રાજકોટમાં એકવાર ફરીથી ગતિનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિર સર્કલ પર બુધવારે સવારે સિટી બસ ચાલકે અનેક વાહનોને ટક્કર મારી દીધી. તેમા દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થઈ ગયા. ઘટનાથી ક્રોધિત લોકોએ બસમાં તોડફોડ કરી.  સૂચના મળતા પોલીસે સ્થિતિને કાબુમાં કરી. રાજકોટ શહેર પોલીસમાં ડીસીપી ટ્રેફિક પૂજા યાદવે જણાવ્યુ આ આખી ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.  બધા લોકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ભયાનક દુર્ઘટના પછી ક્રોધિત લોકો ઈન્દિરા સર્કલ પર ભેગા થયા અને આખા મામલામાં પોલીસ પાસે ચુસ્ત કાર્યવાહીની માંગ કરી. 
 
અનેક વાહનોને મારી ટક્કર 
પોલીસ મુજબ એક અનિયંત્રિત બસે અનેક વાહનોને ટક્કર મારી. જેમા પાંચ થી છ લોકો કચડી ગયા. શહેરમાં આ ઘટના ઈન્દિરા સર્કલ પર મહાનગરપાલિકાની બસ સાથે થઈ. આ ઘટનામાં ત્રણના મોત થઈ ગયા. બાકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાથી ક્રોધિત લોકોએ ભારે હંગામો કર્યો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને નિયંત્રિત કરી અને ટ્રાફિસ શરૂ કરાવ્યો. 

 
નશામાં હતો બસ ડ્રાઈવર 
સ્થાનીક લોકોનો દાવો છે કે ડ્રાઈવરે દારૂ પીધો હતો. લોકોએ ડ્રાઈવરની ધરપકડની માંગ કરી છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારી ઘટનાના કારણોની તપાસ કરી રહ્યુ છે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.  સીસીટીવીમાં સિટી બસ અને ચાલકેની ખતરનાક ડ્રાઈવિંગ કેદ થઈ છે.  પોલીસ સીસીટીવી દ્વારા જાણ કરવાની કોશિશ કરી રહી છે કે છેવટે શહેરમાં એવુ તે શુ થયુ કે આટલી મોટી ઘટના થઈ ગઈ ?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર