રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ગરમીમાં મળી રાહત

શનિવાર, 12 એપ્રિલ 2025 (09:21 IST)
રાજ્યમાં ગરમીમાં લોકો બફાય રહ્યા છે. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.  આવામાં રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 6 દિવસ વાતાવરણ સુકુ રહેશે અને 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. છેલ્લા 10 દિવસથી મોટા ભાગનાં શહેરોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યના ભાવનગર, ભરૂચ અને ધોલેરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી છે. 
 
12 એપ્રિલ બાદ સતત 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે અને 15-16-17 એપ્રિલના રોજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની આગાહી કરાઇ છે. જેમાં 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં હીટવેવને પગલે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. 16 અને 17 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હીટવેવને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીમાં કમોસમી વરસાદની આગાહી કરે છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે, સાથે સાથે તેમણે ગાજવીજ અને ભારે પવન સાથે આંધીની પણ આગાહી કરી છે. 14 એપ્રિલ સુધી તાપમાનમાં આંશિક રાહત મળવાની તેમણે આગાહી કરી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર