DA Hike: સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ, DA મા કર્યો વધારો, જાણો કેટલી વધી સેલેરી

બુધવાર, 16 એપ્રિલ 2025 (17:01 IST)
ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેંશનભોગીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓના ખિસ્સાને થોડા મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.  ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના સાતમા અને છઠ્ઠા વેતન પંચના હેઠળ આવનારા કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ (Dearness Allowance – DA) વધારવામાં આવશે. 
 
કોને કેટલો ફાયદો ?
 
સાતમા વેતન પંચ સાથે જોડાયેલા કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ 2% વધારવામાં આવ્યુ છે.  બીજી બાજુ છઠ્ઠા વેતન આયોગથી લાભાન્વિત કર્મચારીઓને 6% ના વધારાનો ફાયદો મળશે.  
 
આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગૂ માનવામાં આવશે. સરકારે આ પણ સ્પષ્ટ કર્યુ છે કે જાન્યુઆરીથી માર્ચ 2025 સુધીના ત્રણ મહિનાના બાકી ભથ્થાની ચુકવણી, એપ્રિલ 2025 ના વેતન સાથે એકસાથે ચુકવવામાં આવશે.  
 
કેટલા કર્મચારીઓને મળશે લાભ ?  
 
આ નિર્ણયથી રાજ્ય સરકારના લગભગ 4.78 લાખ કાર્યરત કર્મચારી, પંચાયત સેવા અને અન્ય વર્ગોના અધિકારી કર્મચારી લાભાન્વિત થશે. આ સાથે જ લગભગ 4.81 લાખ પેંશનધારી એટલે કે રિટાયર કર્મચારી પણ આ લાભના દાયરામાં આવશે.  
 
સરકાર પર કેટલો નાણાકીય ભાર ?
 
બાકી ચુકવણી માટે સરકાર 235 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 
બીજી બાજુ વાર્ષિક વેતન, ભથ્થુ અને પેંશન મદદ મા 946 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. 
 
શુ બોલ્યા મુખ્યમંત્રી ?  

 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી અને તેને કર્મયોગીઓના સમ્માનમાં ઉઠાવેલ પગલુ બતાવ્યુ. તેમણે કહ્યુ કે આ વધારો કર્મચારીઓ અને પેંશનર્સના જીવનસ્તરને સારો બનાવશે અને તેમની મેહનતનુ સમ્માન છે.   
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર