IPL 2025: હિન્દુસ્તાનનો કોઈ કુંવારો કપ્તાન જીતી શકે છે આ વખતે ટૂર્નામેંટ, ત્રણ ટીમો સાથે છે આ વખતે કિસ્મત કનેક્શન

બુધવાર, 16 એપ્રિલ 2025 (14:35 IST)
A bachlor captain from India can win
 ગ્રહ નક્ષત્ર, કિસ્મત અને જીરોથી હીરો અને હીરોથી જીરો બનાવે છે. આ વાત સામાન્ય જીવનની સાથે સાથે રમતના મેદાન પર પણ લાગૂ થાય છે. ખાસ કરીને જ્યારે આઈપીએલ જેવી મોટી ટૂર્નામેંટ ચાલી રહી હોય તો દરેક કોઈ જાણવા માટે બેતાબ રહે છે કે આ વખતે કંઈ ટીમ અને તેમનો કપ્તાન ટ્રોફી જીતવાનો છે.  
 
ફ્રોમના હિસાબથી ટીમનુ બેલેંસ જોતા અને ટૂર્નામેંટમાં ટીમોની યાત્રા જોતા એક્સપર્ટ્સ પોતાના વિચાર બનાવી લે છે. બીજી બાજુ કેટલાક લોકો ન્યુમરોલોજી અને ગ્રહોની ચાલથી કપ્તાનોના કિસ્મત કનેક્શનનો અંદાજ લગાવે છે અને બધુ મળીને આપણે આ સીઝન 18 માં ટીમોનુ આકલન કરીએ તો ત્રણ એવા નામ નીકળીને આવશે જે તમને હેરાન કરી નાખશે.  
 
આમ તો આ સીઝનમાં અત્યાર સુધીની તસ્વીર ઘુંઘળી જ  જોવા મળી રહી છે અને તેને સાફ કરવા માટે લીંક થી અલગ જઈને વાત કરી એ તો જે વાત સામે આવી એ ભારતીય ક્રિકેટ માટે મોટી ખુશખબર છે. કારણ કે જ્યોતિશિઓનો દાવો છે કે 2025માં શુક્ર ખૂબ તાકતવર છે. તેથી કુંવારા કપ્તાનોની પાસે સફળ થવાના ચાંસ વધુ છે. જ્યારે આઈપીએલના આ સીજનમાં કુંવારા કપ્તાનોની ખોજ કરવામાં આવી તો તેમા ત્રણ નામ શુભમન, ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર એવા કપ્તાન મળ્યા જે કુંવારા છે અને તેમની ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે.  
 
ન્યુમરોલૉજીનુ લૉજિક 
શુક્રનો લકી નંબર આમ તો 6 હોય છે પણ અનેક ગણિત શાસ્ત્રી આ વર્ષને ઑડ નંબરનુ વર્ષ માને છે અને આવામાં જો તમે ત્રણ કુંવારા કપ્તાનોની જર્સી પર નજર નાખશો તો જોસો કે ઋષભ પંતની જર્સી 17, શુભમન ગિલની 77 અને શ્રેયસ અય્યરની જર્સી નંબર 41 છે એટલે કે ગણિતના હિસાબથી ત્રણના જીતવાના ચાંસ છે અને તેના નંબરનો જોડ ઘટાડીશુ તો સૌનો નંબર 6 ની ખૂબ પાસે નીકળીને આવશે. 
 
ગિલ, પંત, ઐય્યરનુ પ્રદર્શન 
આઈપીએલ સીજન 18ની ટોપ સિક્સ ટીમોમાં કુંવારા કપ્તાનોની ટીમ છે.   ગિલની ગુજરાત જાયન્ટ્સ સતત ડોમિનેંટ કરી રહી છે, જ્યારે પંતની દિલ્હી પોઈન્ટ ટેલીમાં સતત હલચલ મચાવી રહી છે. ઐયરની પંજાબ ટીમ પણ સતત શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહી છે અને તમામ એક્સપર્ટ્સ આ ટીમને ટોચના ચારમાં જોઈ રહ્યા છે. બેટિંગમાં, ઐયરે 5 મેચમાં 250 રન બનાવ્યા છે, જ્યારે ગિલે પણ અત્યાર સુધીમાં 208 રન બનાવ્યા છે. ચેન્નાઈ સામે અડધી સદી ફટકારીને, પંતે ફોર્મમાં હોવાના સંકેતો પણ બતાવ્યા છે. જો કુલ પ્રદર્શન, ટીમમાં મેચ વિનર્સની હાજરી અને કેપ્ટનોના કિસ્મત કનેક્શન આમાંથી કોઈપણ ટીમને ચેમ્પિયન બનાવે તો ચોંકી ન જશો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર