ગઈકાલની સ્ત્રી દહેજની આગમાં સળગતી, ઘરની ચાર દીવાલમાં પુરાઈ રહેતી હતી. પરંતુ આજે? આજે આ સ્થિતિ રહી નહી આજની સ્ત્રા વિજ્ઞાન અને સાહિત્યથી માંડીને રાજકારાણ સુધીના ક્ષેત્ર પહોંચી ગઈ છે. ઈન્દિરા ગાંધી, માર્ગરેટ થ્રેચર, શેખ હસીના, ચંદ્રિકા કુમારતુંગે વગેરેના દ્ર્ષ્ટાંતો આપણી આંખ સામે જ છે. ઋતુભરા અને ઉમાભારતી જેવી સ્ત્રીઓ સારી વકતા બની શકી છે.પોતાનું વ્યકતિત્વ અલગ પાડીને કિર્ણ બેદી જેવી સ્ત્રીઓ સારી લેખિકા પણ બની શકી છે. આ બધાનું મૂળ કારણ શું ? કેળવણી જ ને!આજે ગુજરાતમાં અનેક સંસ્થાઓમાં કેટલીય વિદ્યાર્થીઓ કેળવણી મેળવી રહી છે,જે એકવીસમની સદીના ભવિસઃયને જરૂર ઉજ્જ્વળ બનાવશે!