હર ઘર તિરંગા ગુજરાતી નિબંધ - Har Ghar Tiranga Essay in Gujarati

સોમવાર, 1 ઑગસ્ટ 2022 (09:25 IST)
Har Ghar Tiranga - હર ઘર તિરંગા અભિયાન : ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘેર-ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. જે નાગરિકો 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી ધ્વજ ફરકાવશે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સરકાર આવા દેશભક્ત નાગરિકોને માન્યતા આપશે. 
 
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની શરૂઆત 13 ઓગસ્ટ 2022ના રોજ થશે. આ અભિયાન 15મી ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે, જે ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ છે. આ ત્રણ દિવસોમાં 20 કરોડ ઘરમાં રિરંગો ફરકાવવાની યોજના છે. આ કારણે ફ્લેગ કોડ એટલે જે ધ્વજ સંહિતામાં ફેરફાર કરાયો છે. આ ફેરફાર પછી હવે દિવસ અને રાત, બન્ને સમય તિરંગો ફરકાવી શકાશે. પહેલા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ તિરંગો ફરકાવી શકતા હતા. 
 
હવે તમે ઘરે 24 કલાક તિરંગો ફરકાવી શકો છો. પહેલા આપણે આવુ કરી શકતા નહોતા.   તેના માટે કેન્દ્રની મોદી સરકારે ફ્લેગ કોડ એટલે જે ધ્વજ સંહિતામાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર પછી હવે દિવસ અને રાત, બન્ને સમય તિરંગો ફરકાવી શકાશે. પહેલા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ તિરંગો ફરકાવી શકતા હતા. 
 
અત્યારે સુધી પોલીસ્ટર કપડાથી બનેલા ઝંડાને ફરકાવવા પર મંજુરી નહોતી પણ હવે નિયમોમાં ફેરફાર કરાયો છે. નવા નિયમો હેઠળ હવે રાષ્ટ્રીય ધ્વજ   મશીનથી તૈયાર થઈ કપાસ, પૉલીસ્ટર, ઉની અને રેશમી રાષ્ટ્રાય ધ્વજને પણ ફરકાવી શકાશે. નવા નિયમો હેઠળ હવે હાથથી બનેલા અને મશીનથી તૈયાર થયેલ ઝંડાને પણ ફરકાવી શકાય છે.
 
પહેલા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ઝંડો ફરકાવવાની પરમિશન હતી. પણ હવે રાતમાં પણ ઝંડો ફરકાવી શકાશે. નવા નિયમોના મુજબ હવે ઝંડા ફરકાવવા માટે સમયની નાબૂદી નથી. કેંદ્રીય ગૃહના સચિવ અજય ભલ્લાએ બધા કેંદ્રીય મંત્રાલયો અને વિભાગના સચિવને પત્ર લખીની જવા ફ્લેગ કોડની જાણાકારી આપી છે.
 
આ તો રહ્યા ઝંડા ફરકાવવાના નવા નિયમ. તેનાથી કેટલાક એવા નિયમ પણ છે જેના વિશે જાણકારી હોવી જરૂરી છે. જેમ ઝંડા પર કઈક પણ લખવો ગેરકાયદેસર છે. કોઈ પણ ગાડીની પાછળ, પ્લેન કે વહાણમાં તમારી ઈચ્છાથી તિરંગો નહી લગાવી શકાશે. કોઈ સામાન, બિલ્ડીંગ વગેરેને ઢાંકવા માટે તેનો ઉપયોગ નહી કરી શકાય.
 
જૂની ગાઈડલાઈન મુજબ તિરંગાને ધરતી પર અડવો ન જોઈએ. તે સિવાય તિરંગા એટલે કે રાષ્ટ્રીય ધ્વજથી કોઈ બીજો ઝ6ડો ઉંચો નહી રાખી શકાય. તિરંગાનો ઉપયોગ કોઈ પણ પ્રકારની સજાવટ માટે નહી કરી શકાશે. તિરંગાનો નિર્માણ હમેશા આયાતકાર હશે. જેનો અનુપાર 3:2 નક્કી છે. તેમજ સફેદ પટ્ટીના વચ્ચે સ્થિત અશોક ચક્રમાં 24 લીટીઓ હોવી જરૂરી છે. આ વાતની કાળજી હમેશા ધ્યાન રાખવી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર