Sankashti Chaturthi Vrat 2025 : આજે સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. માન્યતા અનુસાર, ગણેશ સંકષ્ટી ચતુર્થીના વ્રત રાખવાથી જીવનના બધા દુ:ખ અને પીડા દૂર થાય છે. જો તમે આ દિવસે તમારા પ્રિયજનોને શુભકામનાઓ મોકલવા માંગતા હો, તો અહીં કેટલાક આઈડિયાઝ આપ્યા છે.