Wakf Amendment Bill પાસ કરાવવાને લઈને NDA સરકાર કેટલી ગંભીર ? શુ BJP ની ગેમમાં ફંસાય ગયુ છે વિપક્ષ

Webdunia
મંગળવાર, 1 એપ્રિલ 2025 (16:50 IST)
દેશભરમાં તમામ વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રની એનડીએ સરકારે આ નિર્ણય લઈ લીધો છે કે વક્ફ બોર્ડ સંશોધન બિલને લોકસભામાં 2 એપ્રિલના રોજ કરવામા આવશે. સંસદીય કાર્ય અને અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી કિરેન રિજિજૂએ 8 ઓગસ્ટ 2024ના રોજ આ બિલ લોકસભામાં રજુ કર્યુ હતુ. જેને વિપક્ષના હંગામા બાદ સંયુક્ત સંસદીય સમિતિ   (જેપીસી) ને મોકલી દેવામાં આવ્યુ હતુ.  સંસદીય સમિતિએમાં કુલ 44 સંશોધન રજુ કર્યા જેમા લગભગ 14 સંશોધન જગદંબિકા પાલની આગેવાનીવાળી જેપીસીએ સ્વીકાર કરી લીધુ. સંશોધિત બિલને કેબિનેટે પહેલા જ મંજુરી આપી દીધી છે. હવે જોવાનુ એ છે કે શુ સરકાર હકીકતમાં આ બિલને પાસ કરાવવા માંગે છે ?  કારણ કે સરકાર અહી બિલ સંસદમાં લાવે છે તો તેને પાસ કરાવવુ ઓછુ પડકારરૂપ નહી રહે. જો કે આંકડાના હિસાબથી બીલને સંસદમાથી પાસ કરાવવા માટે એનડીએ દળોનુ પર્યાપ્ત બહુમત છે. હવે જોવાનુ એ છે કે સરકારની ઈચ્છા શુ છે ?  
 
2- વક્ફ બિલના ભરોસે બિહાર-બંગાળ-યૂપી અને 2029 ચૂંટણી જીતવાનુ સપનુ  
બીજેપી ઈચ્છે છે કે આ બિલનો વિરોધ જેટલુ વધશે એટલુ જ તેના પર ચર્ચા થશે. આજથી કેટલાક મહિના પહેલા સુધી હિન્દુઓને તો છોડો મુસલમાનોને પણ વક્ફ બોર્ડ વિશે વધુ કશુ ખબર નહોતી. પણ બીજેપીની કદાચ આ જ  રણનીતિ છે કે આ બિલ પર એટલો વિવાદ વધે કે દેશની સામાન્ય જનતા પણ જાણી શકે કે વક્ફ બોર્ડ કેવા પ્રકારના નિર્ણયો કરે છે.  એક સામાન્ય હિન્દુને જ્યારે આ ખબર મળે છે કે મહાકુંભના સ્થાને સંસદ અને રાષ્ટ્રપતિ ભવન, 1000 વર્ષ જૂના મંદિરોને પણ વક્ફ બોર્ડ પોતાની સંપત્તિ જાહેર કરી રહ્યુ છે તો તેને સમજાય છે કે આ તો ખોટુ થઈ રહ્યુ છે. વિપક્ષના વિરોધને કારણે બીજેપીને બહાનુ મળી રહ્યુ છે કે તે સામાન્ય જનતાને બતાવે કે વક્ફ બિલ કોઈ સંપત્તિને જ્યારે પોતાની સંપત્તિ જાહેર કરી દે છે તો તમારી પાસે કોઈ અધિકાર નથી હોતો કે તમે હાઈકોર્ટની પણ મદદ લઈ શકો.   દેખીતુ છે કે આવનારા દિવસોમાં બિહાર અને બંગાળમાં વિધાનસભા ચૂંટણી છે. 2027મા યૂપીમાં પણ ચૂંટણી છે. આ રાજ્યોમાં દેશના અન્ય ભાગોથી વધુ મુસ્લિમ સમાજની વસ્તી છે. વક્ફ બોર્ડ બિલ પર જેટલી વાતો થશે એટલો જ બીજેપીને ફાયદો થશે. તેથી બીજેપી કોઈને કોઈ રીતે આ મુદ્દાને ચર્ચાનુ કેન્દ્ર બનાવવા માંગે છે.  
 
3- વિપક્ષની પ્રતિક્રિયા બતાવે છે કે વક્ફ બિલથી ગભરાઈ છે વિરોધી પાર્ટીઓ 
 વક્ફ બિલના નામ પર વિપક્ષ કેન્દ્ર પર જોરદાર હુમલા કરી રહ્યુ છે. યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ હોય કે પછી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસીની મુખિયા મમતા બેનરી, બિહારના આરજેડી હોય બધા તાલ ઠોકીને બીજેપીનો વિરોધ કરવા મેદાન પર ઉતરી પડ્યા છે.  આખ દેશમાં ઈદ દરમિયાન ઈફ્તાર પાર્ટીઓમાં પહોચેલા વિપક્ષ નેતઓએ આ અવસરનો ઉપયોગ વક્ફ બોર્ડ બિલના નામ પર મુસ્લિમ સમાજને આ બિલને લઈને દિગ્ભ્રમિત કરવાનુ કામ કર્યુ છે. અહી સુધી કે બીજેપીની સહયોગી પાર્ટીઓએ પણ ઈફ્તારના નામ પર મુસ્લિમ સમુદાયની વચ્ચે વક્ફ પ્રોપર્ટી બચાવવાનુ આશ્વાસન આપ્યુ છે. વિપક્ષ જે રીતે વક્ફ બિલ વિરુદ્ધ વાતાવરણ બનાવી રહ્યુ છે. તેનો ફક્ત એક જ ઉદ્દેશ્ય  છે કે આ બિલ વિરુદ્ધ ફાવે તેમ બકવાસ  કરવામાં આવે.  
 
4- બિલનો કાયદો બનાવવાથી વધુ બિલના પક્ષમાં વાતાવરણ બનાવી રાખવુ બીજેપી માટે લાભકારી  
બીજેપી આટલી સહેલાઈથી આ બિલને રજુ કરવાના કાયદા પણ કદાચ ન બનાવે. બીજેપી જાણે છે કે રામ મંદિર બન્યા પછી જે રીતે મુદ્દો જ ખતમ થઈ ગયો એ જ રીતે વક્ફ બિલ પાસ થયા બાદ તેનો ફાયદો કદાચ જ બીજેપીને મળે.  તેથી બની શકે કે  બિલ રજુ થયા પછી પણ  કેમેય કરીને લંબિત કરવામાં આવે.   ભાજપ ઈચ્છે છે કે આ બિલ પર એટલી બધી ચર્ચા થાય કે સામાન્ય લોકો પોતે જ વિરોધ પક્ષને હિન્દુ વિરોધી સાબિત કરવાનું શરૂ કરી દે. એવું લાગે છે કે ભાજપ હાલમાં ફક્ત આ બિલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માંગે છે. વિપક્ષ કદાચ આ સમજી શકશે નહીં. જેમ અખિલેશ યાદવ અને તેમના કાકા રામ ગોપાલ યાદવે વક્ફ બોર્ડનો વિરોધ કર્યો છે, તેમ મમતા બેનર્જી પણ વારંવાર કહી રહ્યા છે કે તેઓ આ કાયદાને કોઈપણ કિંમતે રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. બિહારમાં, વક્ફ બિલના વિરોધીઓને આરજેડીનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article