World Health Day - આજકલની ભાગતી-દોડતી જીંદગીમાં લોકો ક્યારે બીમારીઓની ચપેટમાં આવી જાય છે તે જાણ થતી નથી. ઘર-પરિવારની જવાબદારી અને કામ વચ્ચે લોકોએ પોતાના આરોગ્યનુ પણ ધ્યાન રાખવુ જોઈએ. તમે સાંભળ્યુ હશે આરોગ્ય સૌથી મોટી પુંજી છે. કારણ કે જો આરોગ્ય જ સારુ નહી રહે તો દુનિયામાં કોઈ વસ્તુનુ મહત્વ નથી. આવામાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલ અધિકારો વિશે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે ઉજવાય છે. જેથી આપણે આપણા આરોગ્યને લઈને કોઈ બેદરકારી ન કરીએ. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે બતાવીશુ જેને ફોલો કરી તમે હેલ્ધી જીવન અપનાવી શકો છો. તો ચાલો જાણીએ હેલ્ધી અને ફિટ રહેવા માટે શુ કરવુ ?
હેલ્ધી રહેવા માટે આ વસ્તુઓને લાઈફસ્ટાઈલમાં કરો સામેલ
સારી ડાયેટ ફોલો કરો - તમારી ડાયેટ જેટલી સારી હશે તમારુ શરીર બીમારીઓથી એટલુ જ દોર રહેશે. ઘરનુ બનેલુ હેલ્ધી ફુડ ખાવ. તમારી ડાયેટમાં ફાઈબર અને પ્રોટીનની માત્રા વધારો. તાજા, પૌષ્ટિક અને ઓછા વસા વાળા ખાદ્ય પદાર્થનુ સેવન કરો. તાજા ફળ, લીલા શાકભાજી અને આખા અનાજ વધુ ખાવ. જંક ફુડ અને ફાસ્ટ ફુડ ઓછા ખાવ. ઓમેગા 3 ફૈટી એસિડનુ સેવન તમારા ડાયેટમાં સામેલ કરો. આ માટે તમારા ડાયેટમા ચિયા બિજ, અખરોડ અને અલસીના બીજ સામેલ કરો.
નિયમિત રૂપથી વ્યાયામ કરો - જો તમે ખુદને દરેક વયે એક્ટિવ અને નિરોગી રાખવા માંગો છો તો તમારી લાઈફસ્ટાઈલમાં કસરત જરૂર સામેલ કરો. નિયમિત રૂપથી કસરત કરવાથી આપણુ બ્લડ સર્કુલેશન સારુ થાય છે, હાર્ટ પમ્પ થાય છે. વજન ઓછુ થાય છે. જેને કારણે બીમારી આપણા શરીરની આસપાસ પણ ફટકતી નથી. તમે જીમ જાવ, વૉક કરો કે પછી યોગા કરો પણ તમે ખુદને એક્ટિવ રાખો.
તનાવ ઓછો કરી ઉંઘ વધુ લો - એક વાત યાદ રાખો, ઉંઘનુ ઓછુ થવુ અને ખૂબ વધુ તનાવ લેવો તમને ઓછી વયમાં જ અનેક બીમારીઓની ભેટ આપી શકે છે. જેટલો ઓછો સ્ટ્રેસ લેશો ઉંઘ એટલી જ ઓછી આવશે. જ્યારે ઉંઘ સારી આવશે તો એ કારણે શરીર અને મગજ પણ એક્ટિવ રહેશે.
પુષ્કળ પાણી પીવો - શરીરને આરોગ્યપ્રદ રાખવા માટે જરૂરી છે કે શરીરમાંથી ટૉક્સિન્સ બહાર નીકળે અને શરીર હાઈડ્રેટેડ રહે. તેથી આખો દિવસ ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી જરૂર પીવો. તમે જેટલુ પાણી પીશો તમારી હેલ્થ એટલી જ સારી રહેશે. સવારે ઉઠ્યા પછી ખાલી પેટ પાણી પીવો, વ્યાયામ પહેલા, દરમિયાન અને પછી પણ ખૂબ પાણી પીવો.