ખરાબ લાઈફસ્ટાઈલને કારણે હાઈ યૂરિક એસિડની સમસ્યા ખૂબ થવા માંડી છે. યૂરિક એસિડને ડાયેટથી કંટ્રોલ કરી શકાય છે. એકવાર જ્યારે શરીરમાં યૂરિક એસિડનુ લેવલ વધી જાય તો વ્યક્તિ માટે ચાલવુ ફરવુ પણ મુશ્કેલ થઈ જાય છે. સાંધામાં તેજ દુ:ખાવો પરેશાન કરવા માંડે છે. પગની આંગળીઓ, હાડકા અને ઘૂંટીમાં સોજો આવી જાય છે. પંજામા ખૂબ દુખાવો અને ખૂંપતુ હોય તેવુ લાગે છે. જેનાથી તમારી સમગ્ર દિનચર્યા પ્રભાવિત થવા માંડે છે. તેથી ડાયેટ સમજી વિચારીને લેવો જોઈએ. જે વસ્તુઓમાં પ્યુરીનની માત્રા વધુ હોય છે તેને ખાવાથી બચો. સાથે જ તળેલુ અને વધુ ગળ્યુ ખાવાની ટેવ છોડી દો. ફેટ્સ અને હાઈ પ્રોટીન ડાયેટ શરીરમાં યૂરિક એસિડને વધારી શકે છે. તેથી રસોઈમાં કુકિંગ ઓઈલનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ. જાણો યૂરિક એસિડ વધતા કયા તેલમાં રસોઈ બનાવીને ખાવી જોઈએ ?
યૂરિક એસિડમાં કયુ તેલ ખાવુ જોઈએ ?
રસોઈ બનાવવાના તેલ પણ યૂરિક એસિડનુ સ્તર વધારવામા કે ઓછુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી ડાયેટમા એવુ હેલ્ધી ઓઈલ જ વાપરો જે યૂરિક એસિડને ઘટાડવામાં મદદ કરતુ હોય.
ઓલિવ ઓઈલ - હાઈ યૂરિક એસિડના દર્દીને ખાવામા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. ઓલિવ ઓઈલને બીજા તેલના મુકાબલે ઓછુ નુકશાનદાયક માનવામાં આવે છે. તેમા હેલ્ધી ફેટ્સ અને એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે. ઓલિવ ઓઈલમા બનાવેલ રસોઈથી યૂરિક એસિડનુ લેવલ ઝડપથી વધતુ નથી. સાથે જ ઓલિવ ઓઈલ સો ઓછો કરે છે. તેના એંટી-ઈફ્લેમેટરી ગુણ સાંઘાના દુખાવાને ઘટાડે છે.
યૂરિક એસિડ કેવી રીતે કરો કંટ્રોલ
ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન સ્વાતિ સિંહનુ માનીએ તો યૂરિક એસિડ હાઈ હોવાનો સીધો સંબંધ ભલે કુકિંગ ઓઈલ સાથે ન હોય પણ આ તમારી ડાયેટ અને લાઈફ સ્ટાઈલનો એક ભાગ છે. અનેક રિસર્ચમાં જોવા મળ્યુ કે સરસવનુ તેલ યૂરિક એસિડને હાઈ કરવા તરફ લઈ જાય છે. તેથી જે લોકો ઓઈલી ફુડ ખાય છે તેમણે પોતાના તેલ નુ પણ ધ્યાન રાખવુ જ ઓઈએ. આ ઉપરાંત ઓછુ પાણી પીવાથી અને એક્સરસાઈઝ ઓછી કરવાથી યૂરિક એસિડ હાઈ થાય છે.