Parivartini Ekadashi 2025: 2 કે 3 સપ્ટેમ્બર ક્યારે છે પરિવર્તિની એકાદશી, જાણો પૂજા વિધિ અને વ્રતનો પારણ સમય

સોમવાર, 1 સપ્ટેમ્બર 2025 (16:43 IST)
parivartini ekadashi

Parivartini Ekadashi 2025: ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અગિયારમી તિથિએ પરિવર્તિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પક્ષ પરિવર્તન કરે છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે.
 
પરિવર્તિની એકાદશી 2025 તિથિ અને શુભ મુહૂર્ત 
 
દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પરિવર્તિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે એકાદશી તિથિ ૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૪:૫૩ વાગ્યે શરૂ થઈ રહી છે. તે ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૪:૨૧ વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, પરિવર્તિની એકાદશીનું વ્રત ૩ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે ૭:૩૫ થી ૯:૧૦ વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમે શ્રી હરિની પૂજા કરી શકો છો.
 
વ્રત પારણ 
પંચાંગ મુજબ, પરિવર્તિની એકાદશીનું વ્રત 3 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ, તમે બપોરે 1:46 થી 4:07 વાગ્યા સુધી ઉપવાસ તોડી શકો છો.
 
પૂજા વિધિ
 
- પૂજા માટે, પહેલા સ્વચ્છ પાટલા પર લાલ કપડું પાથરી તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો.
-  ત્યારબાદ ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવો.
- હવે પીળા ફૂલો, પીળા ફળો અને ચંદન લગાવો. આ પછી, વિષ્ણુજીને તુલસીદળ અને મીઠાઈ અર્પણ કરો.
- ભગવાનને પંચામૃત, શીરો અથવા ધાણા પંજરી અર્પણ કરી શકો કર. તેમાં તુલસીના પાન શામેલ કરવાનું ભૂલશો નહીં.
- હવે શુદ્ધ ઘી અને ધૂપનો દીવો પ્રગટાવો.
- પરિવર્તિની એકાદશીનું વ્રત કથાનું પાઠ કરો.
- ભગવાન વિષ્ણુની ચાલીસા વાંચો અને અંતે, સુખ અને સમૃદ્ધિની કામના કરીને પરિવાર સાથે આરતી કરો.
- બીજા દિવસે ઉપવાસ તોડ્યા પછી, ગરીબોને ભોજન દાન કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર