Jagdeep Dhankhar Farewell: વિપક્ષે હવે જગદીપ ઘનખડના રાજીનામા પર રમ્યો એવો દાવ કે બીજેપીને થઈ જશે ટેંશન

શુક્રવાર, 25 જુલાઈ 2025 (18:00 IST)
Dhankhar News: એક દિવસ અચાનક રાત્રે સમાચાર આવે છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું છે. આ સમાચાર આઘાતજનક હતા કારણ કે દિવસ દરમિયાન તેઓ રાજ્યસભાની કાર્યવાહી ચલાવી રહ્યા હતા. રાત્રે તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયા અને સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપવાની જાહેરાત કરી. આખો દેશ ચોંકી ગયો. તેમને ઔપચારિક વિદાય પણ આપવામાં આવી ન હતી. હવે સમાચાર એ છે કે વિપક્ષી પક્ષોએ સાથે મળીને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને વિદાય રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. આ પગલું ભાજપનું ટેંશન વધારી શકે છે.
 
લગભગ એક અઠવાડિયા થી ધનખડના રાજીનામા પર ઘણુ બધુ કહેવામાં આવી રહ્યુ છે. 74 વર્ષના દિગ્ગજ નેતા અને ઉપરાષ્ટ્રપતિના પદને સાચવ્યા પછી પણ તેમને ફેયરવેલ સ્પીચ આપવાની પણ તક ન મળી. હવે વિપક્ષએ એક મોટો દાવ રમ્યો છે. વિપક્ષી દળોએ રાજ્યસભા વર્કિંગ એડવાઈઝરી કમિટીની બેઠકમાં સ્પીચ વાળો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વિપક્ષનો આ મુદ્દા પર આટલુ સક્રિય થવુ એક મોટો મેસેજ છે. 
 
 
તમામ મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી એવુ કહેવામાં આવ્યુ છે કે 21 જુલાઈના રોજ ઘનખડના રાજીનામાનુ કારણ કંઈક બીજુ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ધનખડે કંઈક એવુ કર્યુ કે જેનાથી સરકાર ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ નારાજ થઈ ગયા હતા.  
 
HT ની રિપોર્ટ મુજબ ઘનખડે રાજ્યસભામાં જ હાઈકોર્ટના જજ યશવંત વર્મા વિરુદ્ધ વિપક્ષ તરફથી લાવવામાં આવેલ મહાભિયોગ નોટિસને એકસેપ્ટ  કરી લીધી હતી.  સરકારને આ ઠીક ન લાગ્યુ. સરકાર ઈચ્છતી હતી  કે મેસેજ આપવા માટે આટલી મોટી એક્શન લોકસભા દ્વારા થાય. એવુ બતાવાય રહ્યુ છે કે ઘનખડે આ વાત પર સરકાર પાસેથી સલાન નહોતી લીધી અને  આ જ કારણે પીએમ નારાજ થઈ ગયા.  
 
 શુ વિપક્ષના ફેરવેલ ડિનરમાં જશે ધનખડ ?
 
જવાબ: સૂત્રોના હવાલાથી હવે કહેવાય રહ્યુ છે કે વિપક્ષી દળોએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ   જગદીપ ધનખરના આઘાતજનક રાજીનામાના થોડા દિવસો પછી, તેમને વિદાય રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગૃહમાં ધનખર અને વિપક્ષી નેતાઓ વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી, પરંતુ વિદાય ભાષણના નામે, વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે. જે રીતે વાતાવરણ બનાવવામાં આવ્યું છે, તેનાથી હવે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ આ પ્રસ્તાવ સ્વીકારે તેવી શક્યતા ખૂબ ઓછી લાગે છે. જો તેઓ આવે છે, તો તે પણ આશ્ચર્યજનક બાબત હશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર