લાંબા સમયથી ચાલતા ક્રાઈમ થ્રિલર ટીવી શો CID ના દર્શકો ટૂંક સમયમાં એક શોકિંગ એપિસોડ જોવા મળશે. એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા શિવાજી સાટમ આ શોને હંમેશા માટે અલવિદા કહેવા જઈ રહ્યા છે. આગામી એપિસોડમાં, એસીપી પ્રદ્યુમનનું પાત્ર બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામશે. એક મિડીયા રીપોર્ટ મુજબ, આગામી એપિસોડમાં, પાત્ર એક કેસ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામશે. આ એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તે હજુ સુધી ટેલિકાસ્ટ થયું નથી.
એસીપી પ્રદ્યુમનનું મોત કેવી રીતે થશે ?
બારબોસાની ભૂમિકા ભજવતો તિગ્માંશુ ધુલિયા શોમાં CID ટીમ પર હુમલો કરશે જેમાં ACP પ્રદ્યુમન માર્યા જશે જ્યારે ટીમના બાકીના સભ્યો બચી જશે. જ્યારે ટીમને એસીપી પ્રદ્યુમનના મૃત્યુના સમાચાર મળશે, ત્યારે બધા ચોંકી દંગ રહી જશે. એક રીપોર્ટ મુજબ 'ટીમે તાજેતરમાં જ એપિસોડનું શૂટિંગ કર્યું છે જે થોડા દિવસોમાં પ્રસારિત થશે.' અત્યાર સુધી આ પાત્ર વિશે આટલી જ માહિતી બહાર આવી છે. ટીઆરપીમાં સારી રેટિંગ મેળવવા માટે નિર્માતાઓ મોતનો ખેલ રમવા જઈ રહ્યા છે.
સીઆઈડી સ્ટ્રીમીંગ
CID ની બીજી સીઝન નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. આ શો દર શનિવાર અને રવિવારે રાત્રે 10 વાગ્યે પ્રસારિત થાય છે. વધુમાં, આ શો સોની એન્ટરટેઈનમેન્ટ અને સોની લિવ પર પણ જોઈ શકાય છે. 6 વર્ષ પછી, CID શોએ ટીવી પર શાનદાર વાપસી કરી, ત્યારબાદ આ ક્રાઈમ શો વિશે ભારે ચર્ચા થઈ રહી છે. ટીવી સ્ક્રીન પર 20 વર્ષ સુધી રાજ કર્યા પછી, CID ઓક્ટોબર 2018 માં બંધ થઈ ગયું હતું, પરંતુ તેની બીજી સીઝન 21 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રસારિત થવાની છે. શિવાજી સાટમ ઉપરાંત, આ સિરિયલમાં આદિત્ય શ્રીવાસ્તવ અને દયાનંદ શેટ્ટી પણ છે જેમણે પોતાના પાત્રોથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે