Ranveer Allahbadia Vulgar Remark: રણવીર અલ્લાહબાદીયાએ પેરેન્ટ્સને લઈને કર્યો વલ્ગર સવાલ, યુઝર્સ બોલ્યા તારા પપ્પાને જઈને પૂછજે

સોમવાર, 10 ફેબ્રુઆરી 2025 (16:38 IST)
Indias Got Latent: કોમેડિયન સમય રૈનાનો શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ચર્ચામાં રહે છે. આ શો ઘણી વખત વિવાદોમાં પણ રહ્યો છે. શોના નવા એપિસોડમાં યુટ્યુબર આશિષ ચંચલાની, અપૂર્વ મુખિજા, રણવીર અલ્લાહબાડિયા જેવા સ્ટાર્સ જોવા મળ્યા. શોમાં રણવીર અલ્લાહબાડિયાએ એવો પ્રશ્ન પૂછ્યો કે સોશિયલ મીડિયા પર તેની ખૂબ આલોચના થઈ રહી છે. યુઝર્સ રણવીર અલ્હાબાદિયાને ટ્રોલ કરી રહ્યા છે.
 
રણવીરે પૂછ્યો એવો સવાલ થયો ટ્રોલ 
 
રણવીરે શોમાં એક કન્ટેસ્ટંટ  ને પૂછ્યું, 'શું તમે તમારા માતાપિતાને તમારા જીવન દરમિયાન દરરોજ ઈંટીમેટ  બનતા જોવા માંગો છો કે પછી તમે એકવાર તેમની સાથે જોડાવવા માંગો છો?' આ સાંભળ્યા પછી, સમય રૈનાએ કહ્યું કે આ બધા સવાલ તેમના પોડકાસ્ટમાંથી રિજેકટેડ પ્રશ્નો છે. આ તે કેવો પ્રશ્ન છે ?

ત્યારબાદ રણવીરની ખૂબ આલોચનાં થઈ રહી છે. યુટ્યુબ પર ઘણા ક્રિએટર્સ એ તેમની ટીકા કરતા વીડિયો બનાવ્યા છે. લોકો X પર રણવીરને ટ્રોલ  પણ કરી રહ્યા છે.

 
યુઝર્સ એ કહ્યું 
 
એક યુઝરે લખ્યું- આ પ્રશ્ન તમારા પપ્પાને પૂછજે,  અથવા તારા જીવનસાથીને કહેજે કે એ તેના પિતાને પૂછે. શરમ આવવી જોઈએ.  અમારા દિલમાં તારા માટે જે હતું તે બધું ગુમાવી દીધું. મને લાગતું હતું કે મેં જે વ્યક્તિને સબ્સ્ક્રાઇબ કર્યો છે એ એક સારો વ્યક્તિ છે પણ આ તો ખરાબ નીકળ્યો.
 
એક યુઝરે લખ્યું: આજકાલ કોમેડીની પડતી થઈ રહી છે તે હવે દુર્વ્યવહાર, અશ્લીલતા અને મજાક સુધી પહોંચી ગઈ છે. જસપાલ ભટ્ટી, જોની લીવર અને રાજુ શ્રીવાસ્તવ જેવું હ્યુમર આવડત મિસિંગ છે.
 
બીજી બાજુ અનેક યુઝર્સએ કહ્યું કે આવા સવાલ કરતા પહેલા શરમ આવવી જોઈએ. કેટલાક યુઝર્સએ તેનો બોયકોટ કરવાની માંગ કરી છે અને તેનું પોડકાસ્ટ નહિ જોવાની સલાહ આપી છે.  
 
ઉલ્લેખનીય છે કે રણવીર બિયર બાયસેપ્સ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ ચેનલ પર, તે મોટા સેલિબ્રિટીઓ સાથે પોડકાસ્ટ કરે છે.


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર