Kawasaki Disease - મુનવ્વરના પુત્રને હતી આ ખતરનાક બીમારી, જાણો શુ છે કાવાસાકી રોગ ? આ બામીરીથી તમારા બાળકને કેવી રીતે બચાવશો ?

સોમવાર, 16 ડિસેમ્બર 2024 (12:32 IST)
munawwar faruqui
What is kawasaki disease ?  સ્ટેંડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ તાજેતરમાં પોતાના પુત્રની બીમારી વિશે વાત કરી છે. તેમણે યુટ્યુબ પર પોડકાસ્ટ સોશિયલ મીડિયા સ્ટસરા વિદ જેનસમાં જણાવ્યુ છે કે તેમના પુત્રને કાવાસાકી બીમારી હતી. આ બીમારી એટલી ખતરનાક છે કે તેનુ એક ઈંજ્કેશન 25 હજાર રૂપિયાનુ આવે છે. 
 
કાવાસાકી જેવી બીમારીનુ નામ લોકો માટે નવુ અને થોડુ અનોખુ છે. ઉલ્લેખનીય છે કે આ એક તાવ વાળી બીમારી છે, જે 5 વર્ષથી ઓછી વયના બાળકોને થાય છે. ધ્યાન ન આપવામાં આવે તો તેની પહેલી અસર તેમના દિલ પર થાય છે. આવો જાણીએ શુ છે કાવાસાકી બીમારી, તેના લક્ષણ અને બચાવ વિશે... 
 
શુ હોય છે કાવાસાકી બીમારી ?
આ એક દુર્લભ બીમારી છે. તેમા શિયાળાના દિવસોમાં બાળકોની બ્લડ વેસેલ્સ પર સોજો આવી જાય છે. જેને વાસ્કુલિટિસ કહેવામાં આવે છે. આવુ થવા પર તેના ફાટવાનો ભય બન્યો રહે છે. તેમા શરીરમાં લોહીની કમી થઈ જાય છે. જેનાથી બધા અંગોને જરૂરી પોષણ મળી શકતુ નથી. આ રોગનો ખતરો 6 મહિનાથી 5 વર્ષ સુધીની વયની  વચ્ચેના બાળકોમાં વધુ હોય છે.  અમેરિકાના નેશનલ સેંટર ફોર બાયોટેકનોલોજી ઈંફોરમેશનના મુજબ આ બીમારી નાની આર્ટરીને સૌથી વધુ પ્રભાવિત કરે છે. જેનાથી બાળકોને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. 
 
કાવાસાકી રોગના લક્ષણ 
-પાંચ દિવસ સુધી તાવ બન્યો રહેવો 
- આંખોમાં લાલ કે ગુલાબીપણુ આવવુ 
- પેટમાં ખરાબી કે પેટ નો દુખાવો 
- બાળકની હોઠ કે જીભ લાલ થવા 
- હાથ અને પગમાં સોજો 
- મોઢામાં ચાંદા પડવા
- ચામડી નીકળવી 
 
શુ હોય છે કાવાસાકી બીમારી 
કાવાસાકી રોગના કારણ તો અત્યાર સુધી જાણ થઈ શકી નથી પણ અગાઉના શિયાળા અને વસંતની ઋતુમાં આના મામલા સૌથી વધુ જોવા મળ્યા છે. આ બીમારી ખતરનાક છે પણ સંક્રમક નથી. આ એક વ્યક્તિથી બીજામાં ફેલાતી નથી. 
 
કાવાસાકીમાં IVIGની ભૂમિકા 
આઈવીઆઈજીની એક જૈવિક એજંટ છે જેનો ઉપયોગ કાવાસાકી  બીમારીની સારવાર માટે કરવામાં આવે છે. આ એક સેફ ટ્રીટમેંટ છે. આઈવીઆઈજી માણસના સીરમથી બને છે.  તેને બનાવવા માટે લોકોના લોહીનો એક ભાગ કરવામાં આવે છે, જે અનેક બીમારીઓ સામે લડી શકે છે. ઉલ્લેખનીય છે કે 20 ટકા દર્દીઓને કોરોનરી આર્ટરીમાં સોજો આવે છે જેનાથી બ્લડ ક્લૉટની સાથે દર્દીનુ મોત પણ થઈ જાય છે. તેનાથી બચવા માટે જ આઈવીઆઈજીનો ઉપયોગ થાય છે.  તેનુ ઈંજેક્શન ખૂબ મોંઘુ હોય છે. આ ઈંજેક્શનની કિમંત બાળકોના વજન મુજબ નક્કી કરવામાં આવે છે.  નાના બાળકોનુ વજન ઓછુ હોય છે, તેથી ઈંજેક્શન સસ્તુ પડે છે. જ્યારે કે મોટા બાળકો માટે આ દવા મોંઘી પડે છે. 
 
કેવી રીતે કરશો બાળકોની દેખરેખ ?
- બાળકોની વેક્સીન જેવી કે કોવિડ 19, ઈફ્લુએંજા અને વૈરિસેલા અપ ટૂ ડેટ હોય 
- ઈવીઆઈજીકે પછી બાળકોને ઓરી, રુબેલા જેવી વૈક્સીન ન લગાવડાવો 
- બાળકોના હાર્ટમાં સમસ્યા છે તો કેટલીક એક્ટિવિટી બંધ કરાવી દો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર