શુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે રાજનીતિમાંથી સંન્યાસ ? સંજય રાઉતના નિવેદનથી રાજકારણમાં મચી હલચલ

મંગળવાર, 1 એપ્રિલ 2025 (13:46 IST)
Will Narendra Modi take retirement: શિવસેના યૂબીટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut) એ એવુ કહીને રાજકારણનો પારો વધારી દીધો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) ને આ સંદેશ આપવા ગયા હતા કે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છે અને મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રથી આવશે. બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે 2029 ના લોકસભા ચૂંટણી પછી પણ નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી રહેશે.  
 
શુ કહ્યુ રાઉતે - શિવસેના યૂબીટી નેતા સંજય રાઉતે કહ્યુ કે જ્યા સુધી મારી માહિતી છે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી 10-11 વર્ષમાં પણ સંઘના નાગપુર મુખ્યાલય ગયા નથી. શક્યત મોદી સરસંઘ ચાલક મોહન ભાગવતને ટાટા-બાય બાય કહેવા ગયા હતા. તે અહી બતાવવા ગયા હતા કે હુ રિટાયર થઈ રહ્યો છુ. તેમણે કહ્યુ કે ભાગવત અને સંઘ પરિવાર હવે દેશના નેતૃત્વમાં ફેરફાર ઈચ્છે છે.  ભાજપાનો આગામી અધ્યક્ષ પણ સંઘની પસંદનો જ હશે. મોદીજી જઈ રહ્યા છે.  
 
ફડણવીસે રાઉતના દાવાને નકાર્યુ - બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંજય રાઉતના દાવાને નકારતા કહ્યુ કે મોદી હજુ આગામી અનેક વર્ષ સુધી દેશનુ નેતૃત્વ કરતા રહેશે. તેમણે કહ્યુ કે 2029ના લોકસભા ચૂંટણી પછી પણ અમે નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રીના રૂપમાં જોઈશુ. મોદીના ઉત્તરાધિકારીની શોધ કરવાની કોઈ જરૂર નથી.  તે અમારા નેતા છે અને આગળ પણ બન્યા રહેશે.  ફડણવીસે કહ્યુ કે પિતાના જીવિત રહેતા ઉત્તરાધિકાર પર ચર્ચા કરવી ભારતીય સંસ્કૃતિમાં અયોગ્ય છે. રાઉત જીની વાત કરી રહ્યા છે તે મુગલ સંસ્કૃતિ છે.  
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર (11 વર્ષ પછી) રવિવારે નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ મુખ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે આ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદી સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર