વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સિલ્વાસાની મુલાકાત લેશે. તેઓ ગુજરાતના બે દિવસના પ્રવાસે જશે. 2500 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ બપોરે 1:30 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે અને સીધા સિલવાસા જવા રવાના થશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સુરતના ગોડાદરા હેલીપેડ પહોંચશે. આ પછી સાંજે 4:30 કલાકે તેમનો ભવ્ય રોડ શો થશે