Shyari in Gujarati: Love શાયરી ગુજરાતીમાં, Romantic shayari

શુક્રવાર, 3 ઑક્ટોબર 2025 (16:51 IST)
Shyari in Gujarati: ​કવિતા દ્વારા, આપણે ફક્ત આપણી પોતાની લાગણીઓ જ નહીં, પણ બીજાઓની લાગણીઓને પણ સમજી શકીએ છીએ. તે એક શક્તિશાળી માધ્યમ છે જે ભાષાની સીમાઓ પાર કરે છે અને હૃદયને જોડે છે. મિર્ઝા ગાલિબ, મીર તકી મીર, ફૈઝ અહેમદ ફૈઝ, અહેમદ ફરાઝ, ગુલઝાર અને જાવેદ અખ્તર જેવા કવિઓએ કવિતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તેમની કૃતિઓ વાચકોને સતત પ્રેરણા આપે છે અને તેમના મનમાં ગુંજતી રહે છે.


બદલાય જાવ સમય સાથે 
 
બદલાય જાવ સમય સાથે 
કે પછી સમયને બદલતા શીખો 
મજબૂરીઓ ને દોષ ન આપશો 
દરેક પરિસ્થિતિમાં ચાલતા શીખો 
              ****** 
સમુદ્રને અભિમાન 
સાંભળ્યુ છે આજે  સમુદ્રને
ખૂબ અભિમાન આવ્યુ છે 
ત્યા જ લઈ જાવ મને
જ્યા તોફાન આવ્યુ છે 
 
    ******  
પહેલા જ આગળ આવ્યા આંસૂ 
લખ્યુ હતુ કે 
ખુશ છે તારા વગર પણ અહી અમે 
પણ કમબખ્ત 
આંસૂ છે કે કલમના પહેલા 
જ ચાલી નીકળ્યા 
         ****** 
ભટકી રહ્યો હતો એ 
શોધ મારી હતી અને ભટકી રહ્યો હતો એ 
દિલ મારુ હતુ અને ધડકી રહ્યો હતો એ 
પ્રેમનુ બંધન પણ વિચિત્ર હોય છે 
આંસુ મારા હતા અને રડી રહ્યો હતો એ 
                 ****** 
એટલા માટે ચૂપ છુ 
હુ તો એટલા માટે ચૂપ છુ 
કે તમાશો ન બને 
અને તુ સમજે છે મને 
તારા પ્રત્યે કોઈ નારાજગી નથી 
         ****** 
એટલા માટે ચૂપ છુ 
હુ તો એટલા માટે ચૂપ છુ 
કે તમાશો ન બને 
અને તુ સમજે છે મને 
તારા પ્રત્યે કોઈ નારાજગી નથી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર