અભિનેત્રી હંસિકા મોટવાણી અને તેની માતા પર ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498-A (ક્રૂરતા), 506 (ગુનાહિત ધાકધમકી), 504 (ઇરાદાપૂર્વક અપમાન) અને 323 (ઇજા પહોંચાડવી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં આરોપ મૂકાયા બાદ, અભિનેત્રી અને તેની માતાને ફેબ્રુઆરી 2025 માં મુંબઈ સેશન્સ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. હવે તેમણે આ FIR રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હંસિકાના વકીલો દૃષ્ટિ ખુરાના અને અદનાન શેખે રિટ પિટિશન દાખલ કરી છે.