મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

શનિવાર, 5 એપ્રિલ 2025 (13:11 IST)
manoj kumar funeral
 
હિન્દી સિનેમાના જાણીતા કલાકાર રહી ચુકેલા મનોજ કુમારનુ શુક્રવારે નિધન થઈ ગયુ. દિગ્ગજ અભિનેતા અનેક દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. તેમણે શુક્રવારે સવારે સાઢા ત્રણ વાગે મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.  જ્યારબાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિગ્ગજ અભિનેતાને પવન હંસ સ્મશાન ઘાટ પર તેમના પુત્ર કુણાલે મુખાગ્નિન આપી. રાષ્ટ્ર ભક્તિથી ભરપૂર ફિલ્મો માટે જાણીતા મનોજ કુમારનુ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. 

 
 
ભીની થઈ અમિતાભ બચ્ચની આંખો 
 
મનોજ કુમારને અંતિમ વિદાય
મનોજ કુમારના મૃતદેહને અંતિમ સંસ્કાર પહેલા ઘરે લાવવામાં આવ્યો. જ્યાં ઘણા કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. બધાએ ફૂલો અર્પણ કર્યા અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. પરંતુ તેમની પત્ની શશી ગોસ્વામીની હાલત જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ.  મનોજ કુમારના પત્ની શશીએ તેમને આંસુભરી વિદાય આપી. તેમણે પહેલા મનોજ કુમારને માળા પહેરાવી અને પછી છેલ્લી વાર ચુંબન કરીને તેમને વિદાય આપી.

 
મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા
મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા. આ પીઢ અભિનેતા ડિકમ્પેન્સેટેડ લિવર સિરોસિસથી પીડાતા હતા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમાર 'ઉપકાર', 'પૂર્વ-પશ્ચિમ', 'રોટી-કપડા' અને 'ક્રાંતિ' જેવી સુપરહિટ ફિલ્મો માટે પ્રખ્યાત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભરત કુમાર તરીકે જાણીતા પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મનોજ કુમારને તેમના ફિલ્મી કરિયરમાં 7 વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને 1992માં તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. 2016માં મનોજ કુમારને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર