હિંદુ મહાસભાની મોટી જાહેરાત: સંત પરમહંસની સાથે 1 લાખ કાર્યકર્તા સરયૂ નદીમાં લેશે જળસમાધી, પીએમ મોદીને પણ લખ્યો પત્ર

Webdunia
રવિવાર, 3 ઑક્ટોબર 2021 (13:06 IST)
2 ઓક્ટોબરના રોજ જળસમાધી લેવાની જાહેરાત કરનારા સંત પરમહંસ આચાર્યને હિંદુ મહાસભાએ પણ સમર્થન કર્યુ છે. હિન્દુ મહાસભાએ જાહેરાત કરી છે કે, તે 1 લાખ કાર્યકર્તા સાથે અયોધ્યાની સરયૂ નદીમાં જળ સમાધી લેશે. મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ દેવેન્દ્ર પાંડેએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સરકારને પરમહંસ આચાર્યની માગને માની લેવા જણાવ્યુ
 
આપને જણાવી દઈએ કે, સંત પરમહંસે જળ સમાધી લેતા પહેલા હવન પૂજન શરૂ કરી દીધુ હતું. પરમહંસ હજૂ પણ જળ સમાધી લેવાની વાત પર જીદે ચડેલા છે. અધિકારી સતત તેમને સમજાવાની કોશિશ કરી રહ્યા છે. તો વળી પરમહંસનું કહેવુ છે કે, હજૂ સુધી કોઈ ચોક્કસ આશ્વાસન નહીં મળે, ત્યાં સુધી હું નહીં માનું.
 

સંબંધિત સમાચાર

Next Article