6 દિવસમાં 1.20 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ 10 દિવસમાં 2.15 રૂપિયા વધ્યા ડીઝલની કીમત

રવિવાર, 3 ઑક્ટોબર 2021 (10:42 IST)
અંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીમત વધવાથી રવિવારને સતત ચોથા દિવસમાં પેટ્રોલ- ડીઝલ મોંઘુ થઈ ગયું. ડીઝલ 30 પૈસા મૉંધુ થયુ જ્યારે પેટ્રોલની કીમત 25 પૈસા દર લીટર વધી ગયા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના અત્યાર સુધીના રેકાર્ડ ઉચ્ચતમ સ્તર 102. 39 દર લીટર પર છે. તેમજ ડીઝલ પણ સર્વકાલિક ઉચ્ચ સપાટી 90.77 રૂપિયા દર લીટર પહોંચી ગયુ. 
 
ગયા 6 દિવસોમાં પેટ્રોલ 1.20 પૈસા મોંઘુ થઈ ગયુ છે. ડીઝલ પણ 10 દિવસોમાં 2.15 રૂપિયા દર લીટર વધ્યુ છે. 

 
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, બિહાર, બંગાળ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી-એનસીઆર અને પંજાબમાં અનેક જગ્યાએ પેટ્રોલ રૂ.100 ને પાર થઈ ગયું છે. કેટલાક શહેરોમાં તો પેટ્રોલ રૂ. 110ને પાર થઈ ગયું છે. ભારતમાં સૌથી મોંઘું પેટ્રોલ મધ્ય પ્રદેશના સિવનમાં પ્રતિ લીટર રૂ. ૧૧૩.૨૮ અને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રતિ લીટર રૂ. 113.01 ના ભાવે વેચાઈ રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર