Rave party રેવ પાર્ટી શું હોય છે શું શું થાય છે તેમાં જાણો બધી વિગત

સોમવાર, 13 જૂન 2022 (12:17 IST)
રેવ પાર્ટી (Rave party) શરાબ-ડ્રગ્સ, મ્યુઝિક, ડાન્સ સાથે રાતભર મસ્તી   

રેવ પાર્ટી(Rave party) અત્યંત ગુપ્ત રીતે યોજવામાં આવતી હોય છે. એ પાર્ટીમાં અત્યંત મોટા પ્રમાણમાં ડ્રગ્ઝ, દારૂનું સેવન કરવામાં આવતું હોય છે. મ્યુઝિક અને ડાન્સિંગનો જલસો કરવામાં આવતો હોય છે. ક્યારેક તેમાં સેક્સના કૉકટેલનો ઉમેરો પણ થતો હોય છે. રેવ પાર્ટીઓ પાર્ટી સર્કિટના અત્યંત ખાસ લોકો માટે જ હોય છે. આવી પાર્ટીની માહિતી ગુપ્ત રહે એટલા માટે તેમાં નવા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. 
 
મુંબઈ, પુણે, ખંડાલા, પુષ્કર જયપુર અને દિલ્હીની આસપાસના વિસ્તાર અ રેવીઓ માટે અનુકૂળ જગ્ય છે. આ પાર્ટીઓમા સામાન્ય માણસ માટે કોઈ જગ્યા હોતી નથી. ધનકુબેરી છોકરાઓ અને છોકરીઓ કુક્સિત વાસનાઓને પૂર્ણ કરવા માટે રાતના અંધારામાં આ પાર્ટીઓનો આયોજન કરાય છે. 
 
રેવ પાર્ટી એટલે શું?
 
- રેવ પાર્ટી (Rave Party) એટલે રાતભર મ્યુઝિક અને ડાન્સની ધમાલ સાથે ચાલતી પાર્ટી. મ્યુઝિક અને ડાન્સની ધમાલ વચ્ચે દારૂ અને અનેક જાતનાં કેફી દ્રવ્યોનું સેવન કરવા માટે ડઝનબંધ (અને ક્યારેક સેંકડો) યુવક-યુવતીઓ ભેગાં થાય છે.
 
- રેવ પાર્ટી એકાંત વિસ્તારોમાં યોજાતી હોય છે. રેવ પાર્ટીનું સ્થળ દરિયાકિનારો  કે  જંગલ જેવી સૂમસામ જગ્યા પણ હોઈ શકે
 
- રેવ પાર્ટીમાં દારૂ અને છોકરા છોકરીઓ એક સાથ ભેગાં થાય એટલે એવુ  કહી શકાય છે શરાબ અને શબાબ એક સાથે એટલે કે મામલો સેકસ સુધી પહોંચવાની પૂરી શક્યતા રહે છે. રેવ પાર્ટીમાં ઘણાં છોકરાઓ છોકરીઓ માત્ર હાર્ડ ડ્રિંક એટલે કે આલ્કોહોલ લેતાં હોય છે. તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાય એવું બનતું હોય છે, પણ ડ્રગ્સનું સેવન કર્યા પછી મોટા ભાગનાં યુવક-યુવતીઓ ‘ટ્રાન્સ’ના સ્ટેજમાં પહોંચી જતાં હોય છે. 
 
- સામાન્ય રીતે રેવ પાર્ટી મુંબઈ, પૂણે, બેંગ્લોર જેવાં શહેરોથી થોડે દૂર એકાંત જગ્યામાં યોજાતી હોય છે. રેવ પાર્ટીનું સ્થળ દરિયાકિનારો હોઈ શકે, અંતરિયાળ ફાર્મહાઉસ હોઈ શકે કે જંગલ જેવી સૂમસામ જગ્યા હોઈ શકે. રેવ પાર્ટીના રસિયાઓ માટે ગોવા સ્વર્ગ સમાન ગણાય છે. સૌથી વધુ રેવ પાર્ટીઝનાં આયોજન ગોવામાં થાય છે. 

રેવ પાર્ટીના નિમંત્રણ માટે સોશ્યલ મીડિયા તથા કૉડ લૅગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. રેવ પાર્ટીના નિમંત્રણ માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી સોશિયલ મીડિયાનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. જે છોકરા-છોકરીઓ કે વ્યક્તિઓ ડ્રગ કલ્ચર સાથે સંકળાયેલાં હોય, તેમનાં નાનાં-નાનાં ગ્રૂપ બનાવવામાં આવે છે અને એમની મારફત નિમંત્રણ આપવામાં આવે છે. 
 
જેમાં ડ્રગ્ઝનું મોટા પાયે સેવન થવાનું હોય એવી રેવ પાર્ટી જંગલમાં કે પોલીસને ખબર ન પડે એવી ગુપ્ત જગ્યાએ યોજવામાં આવે છે.
 
રેવ પાર્ટીના આયોજકો સિક્રેટ કૉડ આપે છે. તેથી કોઈ પણ વ્યક્તિ રેવ પાર્ટીમાં સામેલ થઈ શક્તિ નથી. સિક્રેટ કૉડ ઘણીવાર એક વ્યક્તિથી બીજી વ્યક્તિને મોઢામોઢ જ જણાવવામાં આવે છે."
 
રેવ પાર્ટીમાં કોણ જાય છે?
 
રેવ પાર્ટીનું નિમંત્રણ બહુ ઓછા લોકોને આપવામાં આવતું હોય છે. આવી પાર્ટી માટે વિશેષ લોકોને જ નોતરવામાં આવે છે.
 
રેવ પાર્ટીમાં ભાગ લેવા માટે હજ્જારો કે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સામાન્ય લોકોને રેવ પાર્ટીમાં ભાગ લેવાનું પરવડતું નથી. રેવ પાર્ટી શ્રીમંતોનાં બાળકો માટે યોજવામાં આવે છે.
 
જોકે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન રેવ પાર્ટીઓમાં ધનાઢ્યોના બાળકો ઉપરાંત મધ્યમ વર્ગનાં બાળકોનો પગપેસારો પણ જોવા મળ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર