ક્રૂઝ ડ્ર્ગ્સ પાર્ટી કેસ - શાહરૂખ ખાનના દીકરા આર્યન એનસીબી કરી રહી પૂછપરછ
રવિવાર, 3 ઑક્ટોબર 2021 (10:26 IST)
નારકોટિક્સ નિયંત્રણ બ્યૂરો (NCB) મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનથી પૂછપરછ કરી રહી છે. ગઈ રાત્રે મુંબઈમાં એક ક્રૂઝ પર એનસીબી ટીમએ છાપેમારી કરી. ઈંસિયા ટુડેની રિપોર્ટમાં જણાવ્યુ કે કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન અખાનથી એનસીબીથી પૂછપરછ કરી રહી છે.
NCBની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી.
રેવ પાર્ટી શું હોય છે શું શું થાય છે તેમાં જાણો બધી વિગત
રેવ પાર્ટી: શરાબ-ડ્રગ્સ, મ્યુઝિક, ડાન્સ સાથે રાતભર રંગરેલી
રેવ પાર્ટી એટલે શું?
- રેવ પાર્ટી (Rave Party) એટલે રાતભર મ્યુઝિક અને ડાન્સની ધમાલ સાથે ચાલતી પાર્ટી. મ્યુઝિક અને ડાન્સની ધમાલ વચ્ચે દારૂ અને અનેક જાતનાં કેફી દ્રવ્યોનું સેવન કરવા માટે ડઝનબંધ (અને ક્યારેક સેંકડો) યુવક-યુવતીઓ ભેગાં થાય છે.
- રેવ પાર્ટી એકાંત વિસ્તારોમાં યોજાતી હોય છે. રેવ પાર્ટીનું સ્થળ દરિયાકિનારો કે જંગલ જેવી સૂમસામ જગ્યા પણ હોઈ શકે
- રેવ પાર્ટીમાં દારૂ અને છોકરા છોકરીઓ એક સાથ ભેગાં થાય એટલે આવુ કહી શકાય છે શરાબ અને શબાબ એક સાથે એટલે કે મામલો સે કસ સુધી પહોંચવાની પૂરી શક્યતા રહે છે. રેવ પાર્ટીમાં ઘણાં છોકરાઓ છોકરીઓ માત્ર હાર્ડ ડ્રિંક એટલે કે આલ્કોહોલ લેતાં હોય છે. તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાય એવું બનતું હોય છે, પણ ડ્રગ્સનું સેવન કર્યા પછી મોટા ભાગનાં યુવક-યુવતીઓ ટ્રાન્સના સ્ટેજમાં પહોંચી જતાં હોય છે.
સામાન્ય રીતે રેવ પાર્ટી મુંબઈ, પૂણે, બેંગ્લોર જેવાં શહેરોથી થોડે દૂર એકાંત જગ્યામાં યોજાતી હોય છે. રેવ પાર્ટીનું સ્થળ દરિયાકિનારો હોઈ શકે, અંતરિયાળ ફાર્મહાઉસ હોઈ શકે કે જંગલ જેવી સૂમસામ જગ્યા હોઈ શકે. રેવ પાર્ટીના રસિયાઓ માટે ગોવા સ્વર્ગ સમાન ગણાય છે. સૌથી વધુ રેવ પાર્ટીઝનાં આયોજન ગોવામાં થાય છે.
#WATCH | Narcotics Control Bureau (NCB) yesterday
detained at least 10 persons during a raid conducted at a party being held on a cruise in Mumbai
મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રૂઝ પર રેવ પાર્ટી ચાલી રહી હતી અને NCBએ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન એનસીબીને મોટા પ્રમાણમાં હશીશ, કોકેઈન અને એમડીનો જથ્થો મળ્યો છે. પકડવામાં આવેલા તમામ લોકોને રવિવારે મુંબઈ લાવવામાં આવશે.
મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોનાએ ક્રૂઝ શીપ કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસમાં થયેલી પાર્ટીની ટિકિટ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે પાર્ટીના ઓર્ગેનાઈઝરે આ માટેની ટિકિટ 80 હજારથી એક લાખ રૂપિયા રાખી હતી.