યુકેના નવા સ્ટ્રેઇનના કોરોના પોઝિટિવ દર્દીઓને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, બે વાર RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો

Webdunia
ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (10:18 IST)
અન્ય 6 પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી 
 
અમદાવાદ
 
યુકેમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેઇન જોવા મળ્યો હતો. જેના પગલે યુકેથી ભારત આવતા તમામ પેસેન્જરનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલા યુકેથી આવેલા પેસેન્જરોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ચાર પેસેન્જરો પોઝિટિવ આવતા તેમને SVP હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતાં. પુના લેબોરેટરીમાં મોકલાયેલા સેમ્પલમાં તેમનામાં યુકેના વાઇરસનો સ્ટ્રેઇન જોવા મળ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચારેય દર્દીઓને મોડી સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દર્દીઓને સાત દિવસમાં હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. બે વખત તેઓનો RTPCR ટેસ્ટ કર્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે.
 
15 દિવસ પહેલા યુકેથી આવેલી છેલ્લી ફલાઇટના પેસેન્જરોનો RTPCR ટેસ્ટ એરપોર્ટ પર જ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના બે ભરૂચ, દિવના પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. SVPમાં અલદાયા વોર્ડમાં જ તેઓને સારવાર આપવામાં આવી રહી હતી. નવા સ્ટ્રેઇનની ચકાસણી માટે તેમના સેમ્પલ પુના વાઇરોલોજી લેબમાં ટેસ્ટ માટે મોકલતાં ચારેયના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 1મ  મહિનામાં યુકેથી આવેલા લોકોની તપાસમાં બીજા 6 લોકો પણ પોઝિટિવ આવતા તેમના સેમ્પલ લેબમાં.મોકલ્યા છે જેનો રિપોર્ટ બાકી છે.

સંબંધિત સમાચાર

Next Article