અનુસુચિત જાતિમાં આવતી જ્ઞાતિઓના અપમાનજનક જૂના નામ બદલીને કેન્દ્ર સરકારે તેમને નવા નામ આપેલા છે. અનુસુચિત જાતિની જ્ઞાતિઓના જુના નામનો ક્યાંય પણ ઉલ્લેખ કરવો એ ગેરબંધારણીય છે. જો કે, ગુજરાત સરકારના સામાજિક કલ્યાણ અને સશક્તિકરણ વિભાગના ડેટા અને વેબસાઈટ પર અનુસુચિત જાતિમાં આવતી જ્ઞાતિઓના જુના નામ સાથે નવી યાદી જાહેર કરાયેલી છે. જેની સામે, હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી ફાઈલ કરાઈ છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજદારની માગ છે કે, સામાજિક કલ્યાણ વિભાગની વેબસાઈટ અને ડેટામાં રહેલી નવી યાદીને હટાવો અને અનુસુચિત જાતિમાં આવતી જ્ઞાતિઓ માટે કેન્દ્ર સરકારે જે નવા નામ આપ્યા છે, તેના ઉલ્લેખ સાથે યાદીને મુકો. આ જ્ઞાતિ સંદર્ભના જૂના શબ્દો લખવા, બોલવા, છાપવા, પ્રદર્શિત કરવા કે અન્ય ઉપયોગમાં લેવા પર રોક લગાવો. અનુસુચિત જાતિના જૂના નામને સરકારની વેબસાઈટ પર દર્શાવવા મુદ્દે જવાબદાર લોકો સામે તા.09.03.2020ના રોજ પોલીસ ફરિયાદ કરાઈ હતી, પરંતુ તે નોંધાઈ નથી. જેથી, આ ફરિયાદ નોંધવા આદેશ આપો. અનુસુચિત જાતિની જ્ઞાતિ સંદર્ભના આ પ્રતિબંધિત શબ્દોના ઉપયોગથી, તે સમુદાયની લાગણી દુભાઈ રહી છે. રાજ્યની કુલ વસ્તીમાં અનુસુચિત જાતિની વસ્તી 40 લાખ 74 હજાર 447ની છે. જે કુલ વસ્તીના 6.74 ટકા છે.અરજદારની રજૂઆત છે કે અનુસૂચિત જાતિમાં આવતી કેટલીક જ્ઞાાતિઓને કેન્દ્ર સરકાર દ્વારા નવાં નામ આપવામાં આવ્યા છે અને તેમના જૂના નામના ઉલ્લેખ, ઉચ્ચારણ કે પ્રકાશન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જૂનાં નામ અપમાનજનક અને જે-તે જ્ઞાાતિની લાગણી દુઃભાવનારાં હોવાથી આ કાયદો બનાવાવમાં આવ્યો છે. જો કે રાજ્ય સરકારની સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર આ જ્ઞાાતિઓના જૂનાં નામ સાથે યાદી અપડેટ કરવામાં આવી છે. આ અંગે પોલીસમાં લેખિત અરજી પણ કરવામાં આવી છે પરંતુ આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી જૂના નામોની યાદી હટાવી નવાં નામોની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવે તેવી માગણી અરજદારો દ્વારા કરવામાં આવી છે.