કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. ત્યારે 21 મુદ્દાનું અગાઉ ભાજપ સરકાર પર આરોપનામું જાહેર કર્યું હતું. હવે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા 8 વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો
શિક્ષણ
- ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં ૨૦%નો ઘટાડો
પશુપાલન
લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય- પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે