Indian Idol 12 Winner Pawandeep Rajan: ઈંડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજનને વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. તેનો ભયંકર અકસ્માત થયો છે. અકસ્માત પછીનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. ગાયકના અકસ્માતના સમાચાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ યુઝર્સે ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. બધા તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમના અકસ્માતના ફોટા સાથે એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે તેમની હાલત કેટલી ગંભીર છે.
— Vishalpotterofficial (@vishalpott60095) May 5, 2025
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
કેવી છે પવનદીપ રાજનની સ્થિતિ ?
પવનદીપ રાજન સાથે થયેલા અકસ્માત વિશે વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ વીડિયોમાં જોવા મળે છે કે પવનદીપને ડાબા પગ અને જમણા હાથમાં ઈજા થઈ છે. આ સમાચાર પછી, ચાહકો તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ ગયા છે અને તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ અકસ્માતમાં કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. કારની તસવીર જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે પવનદીપ રાજનનો અકસ્માત કેટલો ખતરનાક હતો. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પવનદીપ રાજન ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાનો રહેવાસી છે. તેમના પિતા સુરેશ રાજન, માતા સરોજ રાજન અને બહેન જ્યોતિદીપ રાજન કુમાઓની લોક કલાકારો છે. પવનદીપની સંગીત યાત્રા 2015 માં ધ વોઇસ ઇન્ડિયા પર તેમની જીત સાથે શરૂ થઈ હતી. પછી તેણે ઈન્ડિયન આઈડલ (Indian Idol) 12 જીત્યો. પવનદીપે ઈન્ડિયન આઈડલ (Indian Idol) 12ની ટ્રોફી, એક કાર અને 25 લાખ રૂપિયાની ઇનામી રકમ જીતી. તેમણે પાંચ ફાઇનલિસ્ટ - અરુણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ, સયાલી કાંબલે, નિહાલ તૌરો અને સન્મુખા પ્રિયા સાથે કોમ્પીટિશન કરી હતી.