'ભાભી જી ઘર પર હૈ'ની અંગૂરી ભાભી પર પડ્યો દુઃખનો પહાડ,
હાલમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીવી સિરિયલ ભાભી જી ઘર પર હૈમાં અંગૂરી ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી શુભાંગી અત્રે પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પૂર્વ પતિ પીયૂષ પુરે હવે આ દુનિયામાં નથી. 19 એપ્રિલ, 2025 ના રોજ પીયૂષનું અવસાન થયું. આ દુઃખદ સમાચારે બધાને હચમચાવી દીધા છે.
શુભાંગી અત્રેએ 2 મહિના પહેલા જ પિયુષ સાથે છૂટાછેડા લીધા હતા. આ વર્ષની શરૂઆતમાં 5 ફેબ્રુઆરી, 2025ના રોજ આ દંપતીએ છૂટાછેડા લીધા હતા. શુભાંગી અને પિયુષે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા અને થોડા વર્ષો પછી તેમની પુત્રી આશીનો જન્મ થયો હતો. જોકે લગ્નના 22 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. તેઓ 2022 માં અલગ થયા અને 2025 માં છૂટાછેડા લીધા.