32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025 (11:32 IST)
abhinav singh
ફેમસ ઉડિયા રૈપર અને એંજિનિયર અભિનવ સિંહ જેમને જગરનૉટ ના નામથી ઓળખવામાં આવે છે. હવે આપણી વચ્ચે નથી. જગરનૉટ એ 21 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ. અભિનવ સિંહ પોતાના બેંગલુરૂના કડ્ડુબીસનહલ્લી સ્થિત ભાડાના એપાર્ટમેંટમાં મૃત જોવા મળ્યા. પોલીસે મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં રૈપરના મોતનો મામલો નોંધવામાં આવ્યો છે.  પોલીસે મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં રૈપરના મોતનો મામલો નોંધી લીધો છે અને શરૂઆતના રિપોર્ટમાં તેમના મોતનુ કારણ આત્મહત્યા બતાવાય રહ્યુ છે.   પરંતુ રેપરની માતાએ તેની પત્ની અને અન્ય લોકો પર રૈપરના માનસીક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. 
 
જગરનૉટના નામથી જાણીતા  હતા અભિનવ સિંહ 
પોતાના સ્ટેજ નેમ જગરનૉટના નામથી જાણીતા અભિનવ સિંહ ઉડિયા રેપ ઈંડસ્ટ્રીમાં  એક જાણીતું નામ હતું. તેમણે અનેક ફેમસ કલાકારો સાથે કામ કર્યુ  જેમા મસી ટોર (તનમય સાહુ)નું નામ પણ સામેલ છે. "કટક એંથમ" ફેમ અભિનવ સિંહ કેટલીક કાયદાકીય પરિસ્થિતિનો પણ સામનો કરી રહ્યા હતા. જેમા મારપીટના આરોપનો પણ સમાવેશ છે. પોલીસ તેમના મોતની પરિસ્થિતિ વિશે તપાસ કરી રહી છે.  
 
અભિનવ સિંહના પરિવારનો દાવો
 
અભિનવ સિંહના પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરી છે કે સિંહનો તેની પત્ની સાથે ચાલી રહેલો વિવાદ તેની આત્મહત્યા પાછળનું કારણ હોઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, જગરનોટ પોતાના પર લાગેલા આરોપોથી નારાજ હતા, જેના કારણે તેમણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી. પોસ્ટમોર્ટમ પછી, તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઓડિશા મોકલવામાં આવ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર