હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે તાજેતરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધુ. મનોજ કુમારના નિધનના શોક થી ફિલ્મ ઈંડસ્ટ્રી ઉભરી નથી કે હવે એક વધુ દુખદ સમાચર સામે આવ્યા છે. બોલીવુડના એક દિગ્ગજ ફિલ્મ નિર્માતાએ આ દુનિયાને અલવિદા કહી દીધુ. રાણી મુખર્જી અને તમન્ના ભાટિયા જેવી જાણીતી અભિનેત્રીઓને હિન્દી સિનેમામાં લોંચ કરનારા જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર સલીમ અખ્તરનુ નિધન થઈ ગયુ છે. સલીમ અખ્તરે 82 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ અને આજે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
સલીમ અખ્તરનુ નિધન
ફિલ્મ નિર્માતાએ 8 એપ્રિલના રોજ મુંબઈના કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સલીમ અખ્તરએ અનેક ચર્ચિત અને સફળ ફિલ્મોનુ નિર્માણ કર્યુ. જેમા કયામત, ફૂલ ઔર અંગારે, 'બાઝી', 'બાદલ', 'ઇજ્જત', 'લોહા' અને 'બટવારા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પોતાની ફિલ્મો દ્વારા, તેમણે મિથુન ચક્રવર્તી, અજય દેવગન, સુનીલ શેટ્ટી અને બોબી દેઓલ જેવા સ્ટાર્સના કરિયરમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અનેક દિવસો સુધી વેંટિલેટર પર હતા સલીમ અખ્તર
સલીમ અખ્તર અનેક દિવસોથી વેંટિલેટર પર હતા અને જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. પોતાના સિંપલ અને સરળ વ્યવ્હાર માટે જાણીતા સલીમ અખ્તર એક સારા પ્રોડ્યુસર હતા અને 1980 થી 1990 ના દસકા વચ્ચે ઈંડસ્ટ્રીમા ખૂબ સક્રિય રહ્યા. તેમની પ્રોડક્શનનુ નામ 'આફતાબ પિક્ચર્સ' છે, જેના બેનર હેઠળ અનેક યાદગાર ફિલ્મોનુ નિર્માણ તેમણે કર્યુ. તેઓ મુખ્ય રૂપથી હિન્દી સિનેમામાં સક્રિય હતા.
આ અભિનેત્રીઓને કરી લોંચ
સલીમ અખ્તરે જ પોતાની ફિલ્મ દ્વારા રાની મુખર્જીને લોંચ કરી હતી. તેમણે રાજા કી આયેગી બારાત'(1997) માં રાણી મુખર્જીને બ્રેક આપ્યો, આ સાથે જ રાણી હિન્દી સિનેમાની ક્વીન બનીને ચમકી. ત્યારબાદ તે અનેક ફિલ્મોનો ભાગ રહી. રાની જ નહી સલીમ અખ્તરે તમન્ના ભાટિયાને પણ હિન્દી સિનેમામાં લોંચ કરી હતી. તમન્ના સલીમ અખ્તરના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'ચાંદ સા રોશન ચેહરા' મા જોવા મળી હતી.
આજે કરવામાં આવશે સુપુર્દ-એ-ખાક
સલીમ અખ્તર મુખ્ય રૂપથી હિન્દી સિનેમામાં એક્ટિવ હતા. તેમણે શમા અખ્તર સાથે લગ્ન કર્યા હતા. આજે એટલે કે 9 એપ્રિલના રોજ બપોરે 1.30 વાગે જોહરની નમાજ પછી ઈરલા મસ્જિદ પાસે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. બીજી બાજુ તેમના નિધનના સમાચારથી ઈંડસ્ટ્રી પણ શોકમાં ડૂબી છે. અનેક સેલેબ્સએ સોશિયલ મીડિયા દ્વારા સલીમ અખ્તરના નિધન પર શોક વ્યક્ત કર્યો.