વિરાટ કોહલીના હમશકલને જોઇને ફેન્સ ચોકી ગયા, લોકોએ સેલ્ફી લેવા પડાપડી કરી

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2023 (14:24 IST)
virat kohli

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો પોતાના ફેવરિટ ક્રિકેટરને જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન વિરાટ કોહલીનો ફેન્સ પણ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે પહોંચ્યો છે.

વિરાટ કોહલીના હમશકલને જોઇને ફેન્સ ચોકી ગયા હતા અને તેમની સાથે તસવીરો ખેચાવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે બપોરે 2 કલાકથી મેચ શરૂ થશે. વિરાટ કોહલીના ફેન્સને પાકિસ્તાન સામે સદી ફટકારે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. કોહલીના હમશકલે કહ્યું- “પાકિસ્તાન માત્ર એક નામથી કાંપે છે અને તે છે કોહલી. પાકિસ્તાન સામે કોહલીનો રેકોર્ડ બધાને ખબર છે. આજે કોહલી સદી મારશે. કોહલી બીજી મેચમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકાર્યા પહેલા જ આઉટ થઇ ગયો હતો અને અફઘાનિ્સતાને ટાર્ગેટ ઓછો આપ્યો હતો અને તેનું દુ:ખ હતું. કોહલી આજે સદી મારશે અને મજા આવશે.”વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં સારા ફોર્મમાં જોવા મળ્યો છે. બે મેચમાં વિરાટ કોહલીએ બે અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીનું બેટ પાકિસ્તાન સામે બોલે છે. વિરાટ કોહલી વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન સામે સદી ફટકારી ચુક્યો છે.

સંબંધિત સમાચાર

Next Article