અમદાવાદમાં વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની મેચની ટિકિટના ભાવ જાણશો તો હોશ ઉડી જશે

બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (12:39 IST)
image twitter
ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની મેચ શરૂ થવાની છે અને એમાં 14 ઓક્ટોબરે ક્રિકેટનું મહાયુદ્ધ, એટલે કે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે.અમદાવાદમાં રમાનારી મેચની હાલની સ્થિતિની વાત કરીએ તો ડબલ ભાવ આપવા છતાં પણ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ મળતી નથી.

ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે, જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે લોકો ધર્મ-જાતિના તમામના વાડા છોડી એક છત નીચે આવી જાય છે. એમાં પણ જ્યારે ક્રિકેટના મહાકુંભ એવા વર્લ્ડ કપની વાત આવે ત્યારે તો ભારતમાં ક્રિકેટની દિવાનગી એક અલગ જ લેવલે હોય છે. આગામી ઓક્ટોબર મહિનામાં વર્લ્ડકપ યોજાવાનો છે. વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે, જેને લઇને દર્શકોમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે અને ટિકિટ લેવા પડાપડી થઇ રહી છે.અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે. આ મેચ જોવા માટે દર્શકો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. અત્યારસુધી અલગ-અલગ ઓનલાઇન સ્લોટ દ્વારા ટિકિટનું વેચાણ થતું હતું, પરંતુ જેવો ટિકિટનો સ્લોટ ખુલે અને તરત જ બુકિંગ ફુલ થઇ જાય છે, જેના કારણે દર્શકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ બધા વચ્ચે હજુ પણ આશાવાદી દર્શકો આગામી દિવસોમાં ફરીથી ટિકિટના સ્લોટ ખોલવામાં આવે એની રાહ જોઇ રહ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની શરૂઆતની કિંમત જ 2 હજાર રૂપિયાની છે, જે ટિકિટ વેચવા મૂકતાં તરત જ વેચાઈ જાય છે. અત્યારે પણ ઓનલાઇન ટિકિટનો ભાવ 10 હજાર રાખવામાં આવ્યો છે, જેનું વેચાણ શરૂ થયું નથી. તો પેવેલિયનની ટિકિટ 75 હજાર રૂપિયા સુધી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે તમામ દર્શકો કોઇપણ ભોગે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક કરાવવા પ્રયાસ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર