નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

Webdunia
શુક્રવાર, 28 જુલાઈ 2023 (12:59 IST)
Navsari Rain - નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળાએથી પરત ફરતા બાળકો ને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતા. તો દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ફક્ત છ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. 
 
<

Navsari Gujarat
28/07/2023
1AM IST pic.twitter.com/kJPaAI9Y5V

— M G (@movohra) July 27, 2023 >

નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ફક્ત છ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લામાં અગાઉથી જ શાળામાં રજા જાહેર કરાઈ ચૂકી છે.
 
પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ ને પાર કરી ગઈ છે. પૂર્ણા નદી એની ભયજનક સપાટી થી 1 મીટર દૂર છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 

સંબંધિત સમાચાર

Next Article