આગામી ૧૭મી સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉજવાશે ‘‘જન ઉમંગ ઉત્સવ’’–‘‘નમામિ દેવી નર્મદે’’મહોત્સવ

Webdunia
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (11:27 IST)
ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજનાનો સરદાર સરોવર નર્મદા  ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી પણ વધુએ ભરાતા રાજ્યમાં આગામી ૧૭ સપ્ટેમ્બરે રાજ્ય વ્યાપી ઉત્સવ ‘‘નમામિ દેવી નર્મદે’’મહોત્સવ ઉજવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. ગુજરાતમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ,  મહાનગરો, નગરો તેમજ જિલ્લા, તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ ‘‘નમામિ દેવી નર્મદે’’મહોત્સવ  સાધુ સંતો સામાજિક સેવા સંસ્થાઓ શ્રેષ્ઠીઓ અને નાગરિકો પ્રજાજનોની સહભાગિતાથી ઉજવાશે.
 
‘‘નમામિ દેવી નર્મદે’’મહોત્સવનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકારે ખાસ નિમંત્રણ પાઠવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી અને લોહપુરુષ સરદાર સાહેબની સ્વ પ્નવસરિતા સમી આ નર્મદા યોજના ભૂતકાળમાં છ –છ દાયકા સુધી વિવાદોમાં અટવાયેલી રહી અને તેમાં અનેક અડચણો તત્કાલિન કેન્દ્રની સરકારોએ નાખી હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪માં ભાજપા સરકારના નેતૃત્વ કર્તા તરીકે શાસનદાયિત્વે સંભાળતાની સાથે માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધની ઊંચાઇ વધારવાની મંજૂરી આપીને ગુજરાતને વર્ષો સુધી થયેલો અન્યાય દૂર કર્યો છે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, પહેલાં ઊંચાઇ વધારવાની અને એ પછી ડેમના દરવાજા મૂકવાની નરેન્દ્ર મોદીએ આપેલી પરવાનગીને કારણે ગુજરાતની સર્વાંગી સમૃદ્ધિના દ્વાર ખૂલ્યાં અને ‘‘નર્મદા કેનાલ નેટવર્ક’’, ‘‘સૌની યોજના’’ તેમજ ‘‘સુજલામ-સુફલામ યોજના’’મારફતે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સિંચાઇ, પીવાના પાણી અને ખેતીવાડી માટે નર્મદાજળ પહોંચ્યા છે. ગુજરાતે આના પરિણામે ડબલ ડિજિટ કૃષિ વિકાસદર પણ હાંસલ કર્યો છે. 
ડેમના ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે સરદાર સરોવર ડેમ તેની ૧૩૮ મીટરની પૂર્ણ સપાટી કરતાં પણ વધુ છલકાયો છે અને ગુજરાતના જન-જનમાં મા નર્મદાના આ જળને ‘‘નમામિ દેવી નર્મદે’’મહોત્સગવથી વધાવવાનો જે ઉમંગ ઉત્સાહ જાગ્યા છે તેમાં સૌ સહભાગી બનીને ગુજરાતની હરિત ક્રાંતિ સહિત સર્વગ્રાહી પ્રગતિમાં પાયારૂપ આ જળના વધામણાં ‘‘નમામિ દેવી નર્મદે’’મહોત્સનવથી કરશે.

સંબંધિત સમાચાર

Next Article