હોસ્પિટલની બેદરકારી, કોરોનાગ્રસ્ત મૃત મહિલાને દફનાવવાના બદલે કરી દીધા અંતિમ સંસ્કાર!

Webdunia
સોમવાર, 5 એપ્રિલ 2021 (16:30 IST)
સુરતની નવી હોસ્પિટલમાં અવાર નવાર તંત્રની લાપરવાહીના કિસ્સા સામે આવી રહ્યા છે. કોરોના દર્દીઓની સારવાર માટે ઘણીવાર બેદરકારીની ફરિયાદોના લીધે ઘણીવાર હોસ્પિટલમાં માથાકૂટનું ઘર બને છે. કંઇક આવી એક લાપરવાહી સામે આવી છે. જ્યાં સ્થિતિ વણસતાં ડોક્ટરોએ પોલીસ બોલાવવી પડી હતી. 
 
સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલી એક મુસ્લિમ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે ત્યારબાદ મુસ્લિમ સમુદાયના રિવાજ અનુસાર મહિલાની દફનવિધિ કરવાના બદલે અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જેના લીધે મહિલાના પરિવારે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.  
 
તમને જણાવી દઇએ કે મજૂરાગેટ વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી કોવિડ હોસ્પિટલ શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલી રહી છે. અહીં દસ દિવસથી કોરોના સંક્રમણના લીધે દાખલ સબાના નામની મહિલાનું મોત થયું હતું. જોકે તેના સમાચાર તેમને હોસ્પિટલ પહોંચ્યા બાદ મળ્યા હતા. સબાનાએ ગત રાત્રે પારિવાર સાથે એક કલાક સુધી વીડિયો કોલ દ્રારા વાત કરી હતી. ત્યારબાદ મહિલાનું મોત થયું હતું.  
જોકે મહિલાના મોત બાદ તેની લાશ એક હિંદુ પરિવારને આપવામાં આવી હતી. જેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જેના લીધે મહિલાના પરિવારવાળા ગુસ્સે ભરાય હતા. મહિલાના ભાઇ આરિફનું કહેવું છે કે બહેનના મૃત્યું બાદ પણ તેમની લાશ માટે અમારે ધક્કા ખાવા પડી રહ્યા છે. તેની બહેનની અહીં સારવાર કરાવવી જોઇતી ન હતી. એક તો ડોક્ટરોની બેદરકારીથી તેનું મોત થયું અને તેમાં પણ અમારી બેનની લાશ પણ ન મળી. અમે મુસલમન છીએ તો તેના અંતિમ સંસ્કાર કેવી રીતે થઇ શકે.

સંબંધિત સમાચાર

Next Article